વિસર્જન માટે સમગ્ર શહેરમાં ૨૮૧ સ્થળે કૃત્રિમ કુંડ રચાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૪૪ બીચ પર વિસર્જન માટે વ્યવસ્થાઓે
ગિરગાંવ તથા જુહૂ ચોપાટીમાં રેતીમાં વાહનો ન ફસાય તે માટે લોખંડની પ્લેટો બિછાવાઈ
મુંબઈ - ગણપતિ વિસર્જન માટે આ વર્ષે શહેરમાં કુલ ૩૪૮ વિસર્જન સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાં ૨૮૧ કૃત્રિમ વિસર્જન તળાવ, ૪૪ બીચ અને જેટી તથા ૨૩ કુદરતી તળાવોનો સમાવેશ થાય છે.
વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા વિવિધ સ્થળોએ બેરિકેડિંગ, સીસીટીવી કેમેરા, લાઈટ વ્યવસ્થા, સર્ચ લાઈટ, અગ્નિશામક દળ, એનડીઆરએફની ટીમ અને સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કુત્રિમ અને કુદરતી વિસર્જન સ્થળોએ ભક્તોની સુવિધા માટે મોબાઇલ ટોયલેટ, એલઈડી સ્ક્રીન, લાઇવ પ્રસારણ અને નિર્માલ્ય કળશની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
આ સિવાય ગીરગાંવ ચોપાટી પર અને જુ ચોપાટી ઉપર રેતીમાં લોખંડની પ્લેટો બિછાવવામાં આવી છે. જેથી વાહનો રેતીમાં અટકી ન પડે. ભાવિકો માટે તરાપાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.




