હવે 25મી મે સુધી ધો.11 માટે એપ્લિકેશન ફોર્મ ભરી શકાશે

પરિણામ
વહેલું છતાં પ્રક્રિયા વિલંબિત
ધો.૧૧ના પ્રવેશ માટે દસમાના વિદ્યાર્થીઓ પાસે માગ્યા ધો. ૧૨ના માર્ક, પહેલું મેરિટ ૨૯મીએ આવશ
મુંબઈ
- મહારાષ્ટ્રની ધો.૧૧ (એફવાયજેસી)ની પ્રવેશ પ્રક્રિયામાં
વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા ઓનલાઈન પ્રવેશ અરજી ભરવાની મુદત ફરી એકવાર
લંબાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર વેબસાઇટ પર ટેક્નિકલ ખામીઓ
સર્જાતાં અનેક વિદ્યાર્થીઓ પોતાની અરજી પૂર્ણ કરી શક્યા નહોતા. વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે હવે પ્રવેશ
પ્રક્રિયાની અંતિમ તારીખ ૨૫ મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આથી પહેલું મેરિટ
લિસ્ટ હવે ૨૯મીએ આવી શકે છે.
આ
પહેલાં વિદ્યાર્થીઓને પાર્ટ-૧ અને પાર્ટ-૨ ફોર્મ ભરવા માટે નિશ્ચિત સમયમર્યાદા
આપવામાં આવી હતી. જોકે, વેબસાઇટ વારંવાર બંધ થવી, લોગિનમાં મુશ્કેલી ઊભી થવી,
ધો.૧૧ના ફોર્મ ભરવા માટે ધો.૧૧ અને ૧૨ના માર્ક માગવા અને અરજી સબમિટ
ન થવાની ફરિયાદો મોટા પ્રમાણમાં સામે આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને
વાલીઓમાં ગૂંચવણ ઊભી થઈ હતી. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, ટેક્નિકલ
ખામીઓ દૂર કરવા પ્રયાસો ચાલુ છે અને વિદ્યાર્થીઓએ વધારેલી સમયમર્યાદામાં પોતાની
અરજી પૂર્ણ કરી લેવી.
રાજ્યના
ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ સાયન્સ,
કોમર્સ અને આર્ટ્સ પ્રવાહમાં પ્રવેશ માટે કેન્દ્રિય ઓનલાઈન પ્રવેશ
પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પાર્ટ-૨ ફોર્મમાં પોતાની પસંદગીની
જુનિયર કોલેજ પસંદ કરવાની સુવિધા આપવામાં આવી છે. રાજ્યભરની હજારો જુનિયર
કોલેજોમાં લાખો બેઠકો ઉપલબ્ધ છે અને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન
પદ્ધતિથી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ વચ્ચે આવતી સમસ્યાઓને કારણે શિક્ષણ વિભાગે
સતત સમયમર્યાદા વધારવી પડી રહી છે.




