વિશ્વનાં સૌથી મોટાં કાર્ગો પ્લેનમાંનું એક મનાતું એન્ટાનોવ નવી મુંબઈમા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૪૬ ટન વજનનો માલ લઈ વિમાન આવ્યુંં
મુંબઈ - વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી માલવાહક વિમાનોમાંના એક ગણાતાં 'એન્ટોનોવ એએન-૧૨૪ રુસલાન' નું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સફળતાભેર લેન્ડિંગ થયું હતું. આ વિમાન અબુધાબીથી ઉડ્ડયન કરી આશરે ૪૬ ટન વજનનો વિશેષ માલ લઈ નવી મુંબઈ પહોંચ્યું હતું.
નોઝ ડોર ઉપરની તરફ ખોલી મોટી મશીનરી પણ લોડ કરી શકાયઃ ૧૫૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા
એન્ટોનોવ એએન-૧૨૪ ખાસ કરીને અત્યંત ભારે અને મોટા કદના માલસામાનની હેરફેર માટે વિશ્વભરમાં જાણીતું છે. આ વિમાનની રચના વિશિષ્ટ છે અને તેના આગળના ભાગનો નોઝ ડોર સંપૂર્ણપણે ઉપરની તરફ ખોલી શકાય છે. આ ટેક્નિકલ સુવિધાને લીધે મોટા કદની મશીનરી અને ભારે વસ્તુઓને વિમાનમાં ચઢાવવી તથા ઉતારવી વધુ સરળ અને સુરક્ષિત બને છે.
આ વિમાન ૨૨૬ ફૂટ લાંબું હોય છે. તેની પાંખો ૨૪૦ ફૂટ સુધી વિસ્તરેલી હોય છે. વેરિએન્ટના આધાર પર તેમાં મહત્તમ ૧૫૦ મેટ્રિક ટન સુધીનો સામાન ભરી શકાય છે.




