Mumbai

ફિલ્મમાં કામના નામે રેપ કરનારા આરોપીને આગોતરા જામીનનો ઈનકાર

By GS Team
4 Jun 20262 mins read
ફિલ્મમાં કામના નામે રેપ કરનારા આરોપીને આગોતરા જામીનનો ઈનકાર

મહિલાને કામના નામે લલચાવી  રેપ કરી જીવન બરબાદ કર્યું હોવાની ટિપ્પણી

આરોપીએ પોતે પરણિત હોવાનું છૂપાવી  વિશ્વાસઘાત કર્યાનું નોંધી હાઈકોર્ટે સંમતિથી સંબંધની દલીલ પણ ફગાવી

મુંબઈફિલ્મોમાં  કામ મેળવવાના ખોટા વચન પર એક મહિલા પર વારંવાર બળાત્કાર કરવાના અને બાદમાં તેના વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવવાના આરોપી પુરુષને બોમ્બે હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યોે છે.

 ધરપકડ પૂર્વે જામીન માટેની પુરુષની અરજી ફગાવી દેતા જજે  અવલોકન કર્યું કે તેણે મહિલા દ્વારા તેના પર મૂકેલા  વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે.  અરજદારના આ કૃત્યથી મહિલાનું જીવન બરબાદ થઈ ગયું છે. તેથી, બળાત્કારના ગુનાનો પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે,એમ કોર્ટે કહ્યું હતું.

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, મહિલાએ મે ૨૦૨૪ માં દક્ષિણ દિગ્વિજય નામની ફિલ્મના ઓડિશન માટે આરોપીનો સંપર્ક કર્યો હતો . તેના કાકાને અરજદારનું નામ અને નંબર સાથે ઓડિશન માટે બોલાવતું પોસ્ટર મળ્યું હતું અને તેણે તેને તે પોસ્ટર ફોરવર્ડ કર્યું હતું.આરોપીએ ફિલ્મમાં કામના બહાને મહિલાને ફોસવાલી ઓક્ટોબર ૨૦૨૪માં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે મહિલાના વાંધાજનક ફોટો તથા વિડીયો પણ લીધા હતા. પરંતુ, તેને પોતે ખાનગી રાખશે તેવું કહ્યું હતું. આરોપીએ પોતે પરણિત છે અને એક બાળકનો પિતા છે તે વાત પણ છૂપાવી હતી. જોકે, ગત જાન્યુઆરીમાં મહિલાએ આ આરોપી સાથેના સંબંધનો અંત લાવતાં આરોપીએ તેને ફોટો તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

સંમતિથી સંબંધની આરોપીની દલીલ ફગાવતાં કરોટે નોંધ્યું હતું કે આરોપીએ તેના લગ્ન છુપાવ્યા હતા અને મહિલાને ફિલ્મનું કામ અપાવવામાં  મદદ કરવાના પોતાના વચનને ક્યારેય પૂર્ણ કર્યું નથી.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કથિત ગુનામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક પુરાવા અને ઉપકરણોને પુનઃપ્રાપ્ત કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૃરી છે, અને ઉમેર્યું હતું કે આગોતરા જામીન આપવાથી તપાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.