એન્ટી- સબમરીન જહાજ 'માંગરોળ' વિધિવત નૌકાદળના કાફલામાં સામેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દુશ્મનની સબમરીનનો ધ્વંસ કરવા સમર્થ
કિનારા નજીકના છીછરા દરિયામાં પણ કામ કરી શકે તેવી ડિઝાઈનઃ લાઈટ વેઈટ ટોરપીડો, રોકેટ લોન્ચર્સથી સજ્જ
મુંબઈ - ભારતની સાગરી સીમાની રક્ષા કરતા નૌકાદળના કાફલામાં આજે એન્ટી- સબમરીન યુધ્ધ જહાજ 'માંગરોળ'ને વિધિવત સામેલ કરવામાં આવ્યું હતું.
સાગરન ા પેટાળમાં ફરતી દુશ્મનોની સબમરીનની ભાળ મેળવી પળવારમાં તેનો ધ્વંસ કરવાની તાકાત ધરાવતા એ.એસ.ડબલ્યુ- એસડબલ્યુસી (એન્ટી- સબમરીન વોરફેર શેલો વોટરક્રાફટ) જહાજને દક્ષિણ મુંબઈના નેવલ ડોકયાર્ડમાં યોજાયેલા સમારોહમાં નેવીન કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું.
માહે કલાસના આ ત્રીજા એન્ટી- સબમરીન જહાજના આગમન સાથે દરિયાકાંઠાના વિસ્તારો અને બંદરોની હિફાઝત કરતા નૌકાદળની તાકાતમાં વધારો થશે. કિનારા નજીકના વિસ્તારોમાં ઓછા ઉંડાણને કારણે મોટા યુધ્ધ જહાજો કામગીરી બજાવી નથી શકતા ત્યાં ખાસ છીછરા પાણી માટે ડિઝાઈન કરવામાં આવેલા આ એન્ટી- સબમરીન જહાજ બહુ જ ઉપયોગી પૂરવાર થશે.
કોચિન શિપયાર્ડમાં ૮૦ ટકા સ્વદેશી સાધન- સામગ્રી અને શસ્ત્ર- સરંજામથી સજ્જ આ જહાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરનું નામ આપવામાં આવ્યું છે. અગાઉ નેવીમાં આઈએનએસ માંગરોળ નામનું સાગરી સૂરંગનો નાશ કરતું માઈન- સ્વીપર જહાજ કાર્યરત હતું. આ જહાજ સેવામાંથી પાછું ખેંચાયા પછી નૌકાદળની પરંપરા અનુસાર તેનું નામ નવા એન્ટી- સબમરીન વોરફેરશેલો વોટરક્રાફટને આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા વાઈસ એડમિરલ સંજય વાત્સાયનના અધ્યક્ષ સ્થાને આયોજિત સમારોહમાં જહાજને કાફલામાં સામેલ કરાયું હતું.
કાંઠાળ વિસ્તારમાં અને છીછરાં પાણીમાં કોઈપણ જોખમ ઉભું થાય તો તેને ખાળવા સમર્થ અભય સોનાર સિસ્ટમ, હળવા વજનના ટોરપીડો, એન્ટી- સબમરીન રોકેટ લોન્ચર્સ અત્યાધુનિક મારીચ ટોરપીડોથી સજ્જ છે. સમુદ્રના પેટાળમાં કોઈપણ જાતની કામગીરી બજાવવા માટે આ જહાજ સક્ષમ છે.




