Mumbai

મુંબઈમા પાંચ કરોડથી વધુ કિંમતના ં રોજ સરેરાશ ૧૬ ફલેટનું વેચાણ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં ૧૪૯૯ વૈભવશાળી ફ્લેટ વેચાયા, જેની કુલ કિંમત આશરે 14,903 કરોડ રૂપિયા થઈ છે. વરલીમાં સૌથી વધુ 97 ફ્લેટ 2,272 કરોડમાં વેચાયા. ઉપનગરોમાં પણ લક્ઝરી ફ્લેટની માંગ વધી છે, જેમાં ગોરેગાંવ પૂર્વ અને અંધેરી પશ્ચિમ મોખરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમા પાંચ કરોડથી વધુ કિંમતના ં રોજ સરેરાશ ૧૬ ફલેટનું વેચાણ

આલિશાન ફ્લેટના વેંચાણમાં વરલી મોખરે

ત્રણ મહિનામાં લગભગ ૧૫ હજાર કરોડના વૈભવશાળી ઘરોની લે-વેચ થઈ

મુંબઈ -  દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ કરોડોની કિંમતના સરેરાશ ૧૬ લક્ઝરી ફ્લેટોનું વેંચાણ થાય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોરદાર તેજી વર્તાય છે. એપ્રિલથી જૂન આ ત્રણ મહિના દરમિયાન ૧૪૯૯ આલિશાન અને વૈભવશાળી ફ્લેટોનું વેચાણ થયું હતું. આમ ત્રણ મહિના દરમિયાન રોજના ૧૬ ફ્લેટનું વેચાણ થયું હતું. દરેક ફ્લેટ ઓછામાં ઓછા પાંચ કરોડમાં વેંચાયો હતો. આમ ત્રણ મહિનામાં ૧૪,૯૦૩ કરોડ રૃપિયાનો આર્થિક વ્યવહાર થયો હતો.

તળ મુંબઈની જેમ ઉપનગરોમાં પણ એકદમ પોશ ફ્લેટની માગ વધતી જાય છે. ત્રણ મહિના દરમિયાન સૌથી વધુ ૫૬૩ ફ્લેટનું વેંચાણ-રજિસ્ટ્રેશન એપ્રિલમાં થયું હતું. આ આલિશાન ઘરોનું એકદંર મૂલ્ય ૫૭૨૬ કરોડ થયું હતું. ત્યાર પછીના ક્રમાંકે મે મહિનામાં ૪૩૫ ફ્લેટનું વેંચાણ થયું હતું જેની કિંમત ૪,૪૯૨ કરોડ હતી.

તળ મુંબઈમાં વરલી વિસ્તારે આલિશાન ફ્લેટોની લે-વેંચમાં મોખરાનું સ્થાન ટકાવી રાખ્યું હતું. ત્રણ મહિનામાં વરલી વિસ્તારમાં એકંદર ૨,૨૭૨ કરોડની કિંમતે ૯૭ ફ્લેટ વેંચાયા હતા. ત્યાર પછીના ક્રમાંકે લોઅર પરેલમાં ૭૬૯ કરોડની કિંમતે ૮૧ ફ્લેટનું વેંચાણ થયું હતું.

તળ મુંબઈની જેમ ઉપનગરોમાં પણ લક્ઝરી હોમની ડિમાન્ડ વધતી જાય છે. ગોરેગાંવ પૂર્વમાં ૫૫૨ કરોડમાં ૪૬ ફ્લેટનું વેંચાણ થયું હતું. જ્યારે અંધેરી પશ્ચિમમાં ૪૨૫ કરોડમાં ૬૦ ફ્લેટ વેચાયા હતા. ત્યાર પછી વિલે પાર્લે પશ્ચિમમાં ૪૧૩ કરોડમાં ૪૫ ફ્લેટનું વેંચાણ થયું હતું. જ્યારે સાંતાક્રુઝ પશ્ચિમમાં ૩૬૪ કરોડમાં ૪૪ ફ્લેટ વેંચાયા હતા. આમ લક્ઝરી ફ્લેટના વ્યવહારમાં તળ મુંબઈની જેમ ઉપનગરોમાં પણ તેજી વર્તાય છે.