Mumbai

અમિતાભ સર્જરી કરાવ્યા બાદ ઘરે પરતઃ ચાહકોમાં ચિંતા

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં હોસ્પિટલમાં સર્જરી કરાવી છે. તેમણે બ્લોગમાં આ અંગે જાણકારી આપી છે, જોકે સર્જરી કયા અંગની કરાવી તે જણાવ્યું નથી. 83 વર્ષીય અમિતાભે લખ્યું કે રિકવરી પીડાદાયક છે. હાલ તેઓ ઘરે પરત ફર્યા છે. આ સમાચારથી તેમના ચાહકો ચિંતિત બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમિતાભ સર્જરી  કરાવ્યા બાદ ઘરે પરતઃ ચાહકોમાં ચિંતા

અમિતાભે બ્લોગમાં હેલ્થ અપડેટ આપ્યું

જોકે, શાની સર્જરી કરાવી તેની વિગતો નહીં ઃ રિકવરી  પીડાદાયક હોવાનું જણાવ્યુું                                      

મુંબઇ -  અમિતાભ બચ્ચને તાજેતરમાં હોસ્પિટલમાં કોઈ સર્જરી કરાવી છે. અમિતાભે પોતે બ્લોગમાં માહિતી આપ્યા બાદ સર્જરી કરાવ્યા બાદ તેઓ ઘરે પરત  ફર્યા છે પરંતુ તેમના માટે રિકવરીનો સમય પીડાદાયક બની રહ્યો છે. જોકે, તેમણે શાની સર્જરી કરાવી તેની વિગતો આપી નથી. આ બ્લોગ બાદ તેમના ચાહકો ચિંતિત બન્યા છે.

૮૩ વર્ષીય અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે હોેસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ આઇસીયુમાં રહીને પાછાં ઘેર ફરવાનો તબક્કો સૌથી મુશ્કેલ હોય છે. તેમાં શારીરિક, માનસિક અને વ્યવહારમાં ઘણી મુશ્કેલી પડે છે. જીવન અને લડી લેવાના મિજાજ બાબતે બચ્ચને જણાવ્યું હતું કે તમે એક આદરણીય ચેમ્પિયન હો ત્યારે એક દિવસ હાર તમારી સામે મોં તાકીને ઉભી હોય એ તમારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો બની રહે છે. કેટલાક લડી લે છે, કેટલાક હારી જાય છે. કેટલાક ચેમ્પિયન્સ ભૂતકાળની ભવ્યતામાં રાચે છે તો કેટલાક સમાધાન કરી જીવન જીવે છે. દરેક જણે પોતાની પસંદગી કરવાની  હોય છે તેમાં કશું ખોટું પણ નથી. મસ્ત રહો, ખુશ રહો.

અગાઉ જુલાઇ ૨૦૨૦માં અમિતાભને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી માર્ચ ૨૦૨૩માં કલ્કિ ૨૮૯૮ એડીના શૂટિંગ દરમ્યાન હૈદરાબાદમાં તેમની પાંસળીમાં સ્નાયુઓ ખેંચાઇ ગયા હતા. એ સમયે તેમણે મુંબઇમાં ઘણાં અઠવાડિયાઓ સુધી ઘરે રહીને આરામ કર્યો હતો.