Mumbai

ખુદ એફડીએની કેન્ટિનમાં ગંદકી સહિત ફૂડ સેફ્ટીના નિયમભંગનો આરોપ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં FDA પોતાની જ મુખ્યાલયની કેન્ટીનને લઈને વિવાદમાં સપડાયું છે. ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના પ્રમુખ અભય પાંડેએ FDA કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. આરોપ છે કે કેન્ટીનમાં અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ થાય છે, જેનાથી કર્મચારીઓ અને મુલાકાતીઓના આરોગ્ય સાથે ચેડાં થાય છે. ફરિયાદીએ કેન્ટીનની તપાસ કરી સેમ્પલ લેવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખુદ એફડીએની કેન્ટિનમાં ગંદકી સહિત ફૂડ સેફ્ટીના નિયમભંગનો આરોપ

એફડીએ ઘરઆંગણે સેમ્પલો લે તેવી માગણી

ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર્સ એસોસિએશનના આક્ષેપોઃ મુલાકાતીઓનાં આરોગ્ય સાથે ચેડાં

મુંબઈ -  મહારાષ્ટ્રમાં હોટલો, રેસ્ટોરાં, ક્લબો અને કેન્ટીનો પર દરોડા પાડી લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહીનો ધમધમાટ મચાવનાર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) હવે પોતાના જ મુખ્યાલયની કેન્ટીનને લઈને ભારે વિવાદમાં સપડાયું છે. રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષાના કાયદાનું પાલન કરાવવાનો દાવો કરતું તંત્ર પોતાની કચેરીમાં જ ચાલતી કેન્ટીનમાં અસ્વચ્છતા, ગંદકી અને ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગના ગંભીર આક્ષેપો સામે મૌન  હોવાના આક્ષેપો કરાયા છે.

ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના પ્રમુખ અભય પાંડેએ એફડીએ કમિશનરને લેખિત ફરિયાદ પાઠવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે મુખ્યાલયની કેન્ટીનમાં ચા, કોફી સહિતના ખાદ્યપદાર્થો અત્યંત ગંદી અને બિનસ્વચ્છ સ્થિતિમાં તૈયાર કરી પીરસવામાં આવે છે. ખોરાકના સંગ્રહ, તૈયારી અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થતું નથી, જેના કારણે કર્મચારીઓ અને મુલાકાતીઓના આરોગ્ય સાથે સીધો ચેડાં થઈ રહ્યો છે.

ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કેન્ટીનનું સંચાલન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાઇસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન્સ-૨૦૧૧ની જોગવાઈઓનો ભંગ કરે છે. આ ઉપરાંત ફૂડ બિઝનેસ ઓપરેટરની કાનૂની ફરજોનું પણ પાલન થતું નથી અને કમિશનર દ્વારા તાજેતરમાં જારી કરાયેલા સ્વચ્છતા સંબંધિત આદેશોની પણ અવગણના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે.

ે છેલ્લા કેટલાક દિવસોથી એફડીએ મુંબઈ સહિત રાજ્યભરમાં અનેક જાણીતી હોટલો, ક્લબો અને રેસ્ટોરાં પર દરોડા પાડી લાયસન્સ સસ્પેન્ડ કરી રહ્યું છે, પરંતુ પોતાના જ મુખ્યાલયમાં ચાલતી કેન્ટીનમાં જો નિયમોનો ભંગ થતો હોય તો ત્યાં કાર્યવાહી કેમ થતી નથી? શું કાયદો માત્ર ખાનગી હોટલ-રેસ્ટોરાં માટે જ છે? સરકારી કચેરીની કેન્ટીન માટે અલગ માપદંડ છે? આવા પ્રશ્નો હવે ખુદ એફડીએસામે  ઉઠાવાયા છે.

              ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે મુખ્યાલયની કેન્ટીનમાં સ્વચ્છતા બાબતે તપાસ કરી સેમ્પલ લેવાવાં જોઈએ.