Mumbai

એન્િટિલિયા કેસમાં રિપોર્ટ બદલવા પૈસા-દબાણનો પરમબીરસિંહ સામે આક્ષેપ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં એન્ટિલિયા વિસ્ફોટકો અને મનસુખ હિરેન હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. નિવૃત્ત ACP બી.આર. ઘાડગેએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી પરમબીર સિંહને સહ-આરોપી બનાવવાની માંગ કરી છે. સાયબર નિષ્ણાત પર દબાણ કરીને ખોટો ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરાવવા 5 લાખ રૂપિયા ચૂકવાયાનો આરોપ છે. આ અરજી પર 1 સપ્ટેમ્બરે દલીલ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્િટિલિયા કેસમાં   રિપોર્ટ બદલવા પૈસા-દબાણનો  પરમબીરસિંહ સામે આક્ષેપ

ભૂતપૂર્વ પોલીસ કમિશનરને આરોપી  બનાવવા અરજી

સાયબર નિષ્ણાત પર દબાણ કરીને ખોટો ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવા પાંચ લાખ રૃપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો આરોપ

મુંબઈ -  એન્ટિલિયા વિસ્ફોટકો તથા મનસુખ હિરેન હત્યા કેસમાં એક નવા વળાંકમાં   આ કેસના ૧૫૨મા સાક્ષી અને સાયબર નિષ્ણાતે એનઆઈએ સમક્ષ આપેલા પોતાના નિવેદનને ટાંકીને તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર ગંભીર આરોપો લગાવ્યા છે. નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર બી. આર. ઘાડગેએ દાવો કર્યો છે કે સાયબર નિષ્ણાત પર દબાણ કરીને ખોટો ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના માટે પાંચ લાખ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ જુબાનીના આધારે,  સ્પેશિયલ કોર્ટમાં થર્ડ પાર્ટી ઇન્ટરવેન્શન પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં પરમબીર સિંહને એન્ટિલિયા અને મનસુખ હિરેન કેસમાં સહ-આરોપી બનાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર પહેલી સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ દલીલ કરવામાં આવશે.

૨૫ ફેબુ્રઆરી, ૨૦૨૧ ના રોજ મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાન બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોપયો કાર મળી  આવતાં ખળભળાટ મચી ગયો હતો.  થોડા દિવસો પછી, કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ થાણેની એક ખાડીમાંથી મળી આવ્યો હતો. આ બંને કેસોની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે, અને આ બહુચચત કેસની ટ્રાયલ હાલમાં  સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી છે. દરમિયાન, કલ્યાણમા મીડિયાને સંબોધન કરતાં નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર બી. આર. ઘાડગે અને તેમના વકીલ એડવોકેટ ભૂષણ બેન્દ્રેએ આ કેસ અંગે એક નવો ખુલાસો કર્યો છે. તેમણે માંગ કરી છે કે તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની ભૂમિકાની તપાસ કરવામાં આવે અને તેમને આ કેસમાં સહ-આરોપી બનાવવામાં આવે. ઘાડગે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કેસના ૧૫૨મા સાક્ષી અને સાયબર નિષ્ણાત ઇશાંત સિંહાએ એજન્સી સમક્ષ આપેલા પોતાના નિવેદનમાં કેટલાક ગંભીર દાવા કર્યા છે.

એન્ટિલિયા કેસ પછી, 'જીશ-ઉલ-હિંદ' નામથી ટેલિગ્રામ ચેનલ દ્વારા આ ષડયંત્રની જવાબદારી લેવામાં આવી હતી. ઘાડગેએ કહ્યું ક સાક્ષીએે તેમની જુબાનીમાં દાવો કર્યો હતો કે આ સંદર્ભમાં ડિજિટલ પુરાવા અને ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન દબાણ કરવામાં આવ્યું હતું. ઇશાંત સિંહાના નિવેદનને ટાંકીને, એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહે તેમને મૂળ ટેકનિકલ રિપોર્ટ બદલવા અને તેમાં વધારાની માહિતી અને પોસ્ટરો શામેલ કરવા દબાણ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કથિત રિપોર્ટ તૈયાર કરવા માટે પરમબીર સિંહના અંગત સહાયક (પીએ) દ્વારા કુલ પાંચ લાખ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા, ઘાડગેએ જણાવ્યું હતું.