Mumbai

આણંદીમાં ઈન્દ્રાયણી નદીના ચારેય પુલ ડૂબ્યાઃ વારકરીઓ ફસાઈ ગયા

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં મૂશળધાર વરસાદને કારણે આણંદી ખાતે ઇન્દ્રાયણી નદીએ જોખમી સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પૂરના પાણી દુકાનો અને મંદિરો સુધી પહોંચતા ભારે નુકસાન થયું છે. પુલ પણ પાણીમાં ગરકાવ થયા છે. મુખ્યમંત્રીએ ભક્તોને જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહેવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આણંદીમાં  ઈન્દ્રાયણી નદીના ચારેય પુલ ડૂબ્યાઃ વારકરીઓ ફસાઈ ગયા

દુકાનોમાં પાણી ઘૂસ્યાં, સામાન તણાઈ ગયો, ંમંદિરો સુધી પણ પાણી પહોંચ્યાં, ભક્તોન  જ્યાં  હોય ત્યાં રહેવા સૂચના

 મુંબઈ, - રાજ્યમાં ગત કેટલાંક દિવસોથી ચાલુ રહેલા મૂશળધાર વરસાદને લીધે આણંદી ખાતે ઈન્દ્રાયણી નદીએ જોખમી સ્તર પાર કરીને રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું છે. નદીનું સ્તર વધતું રહ્યું હોવાથી ચારેય પૂલ પૂર્ણ રીતે પાણીમાં  ડૂબી જતાં  હોવાથી પરિસરમાં પૂરસ્થિતિ નિર્માણ થઈ છે.

પૂરના પાણીનો વેગ અટેલો પ્રચંડ હતો કે પુલ પર કેટલાંક વીજના થાંભલા પણ ધસી પડયા હોવાની ઘટના બની છે. નદીકાઠાં પર અનેક દુકાનો પૂરના પાણીમાં વહી ગઈ  હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છેે, વેપારીઓનું મોટું નુકસાન થયું છે.

દરમ્યાન ઈન્દ્રાયણી નદીમાં આવેલા મહાપુરને લીધે ભક્ત પુંડલિક મંદિર આખું પાણીમાં ગરકાવ થયું હતું. શ્રી સંત જ્ઞાાનેશ્વર મહારાજ સંજીવન સમાધી મંદિરના મહાદ્વારના દાદરા સુધી પૂરના પાણી પહોંચ્યા હોવાથી ભાવિકોમાં ચિંતા વ્યાપી છે.

ખાસ કરીને બે દિવસમાં જ શ્રી સંત જ્ઞાાનેશ્વર મહારાજનો પાલખી મહોત્સવ આળંદીથી પંઢરપુર તરફ પ્રયાણ કરવાનો છે. એ પહેલાં જ પૂરની સ્થિતિ નિર્માણ થતાં પ્રશાસન માટે મોટો પડકાર ઊભો થયો છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પ્રશાસને વિશેષ તકેદારીનાં પગલાં ભર્યાં છે.  નદીકાઠે જવાનું ટાળવા અને પ્રશાસનની સૂચનાનું પાલન કરવાની અપીલ કરાઈ છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ભક્તોને જ્યાં છેે ત્યાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરી છે અને આણંદી ક્રોસ નહીં કરવા તથા પ્રશાસન, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સૂચના કડકાઈથી અનુસરવાનો નિર્દેશ આપ્યો છે. દેહુ અને આણંદી બાદ કરીને સીધા પુણેમાં યાત્રામાં જોડાવા વિનંતી કરી  છે.