Mumbai

આલિયા, સલમાન સહિતના કલાકારોનો વિદ્યાર્થીઓને ટેકો, અનુપમ ખેર સત્તા સાથે

By GS Team
24 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં જેન ઝીના વિરોધ પ્રદર્શનોને લઈ બોલિવૂડ બે છાવણીમાં વહેંચાઈ ગયું છે. સલમાન ખાન, આલિયા ભટ્ટ, પ્રકાશ રાજ અને હુમા કુરેશી જેવા કલાકારોએ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો. બીજી તરફ, આર. માધવન મોડેથી પ્રતિક્રિયા આપવા બદલ ટ્રોલ થયા. અનુપમ ખેરે સરકારને ટેકો આપ્યો, જ્યારે સોનુ નિગમ આંદોલનના સવાલથી ભડક્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

આલિયા, સલમાન સહિતના કલાકારોનો વિદ્યાર્થીઓને ટેકો, અનુપમ ખેર  સત્તા સાથે

જેન ઝીના આંદોલનમાં બોલિવુડ બે છાવણીઓમાં વહેંચાઈ ગયું

માધવન મોડેથી રિએક્શન આપવા જતાં ટ્રોલ થયો, રાજકુમાર રાવની

પણ ઝાટકણી, સોનુ નિગમ આંદોલનના સવાલથી ભડક્યો                                      

મુંબઇ -  જેન ઝીના પ્રોટેસ્ટ મુદ્દે બોલિવુડ બે છાવણીમાં વહેંચાયું છે.   સલમાન ખાન તથા આલિયા ભટ્ટ સહિતના કલાકારોએ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું છે. પ્રકાશ રાજ તથા હુમા કુરેશી જેવા કલાકારો તો ખુદ જંતરમંતર પર પહોંચી ગયા છે. નસીરુદ્દિન શાહ, દિયા મિર્ઝા, કમલ હાસન જેવા કલાકારોએ  પણ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે. બીજી તરફ આર. માધવન પર પસ્તાળ પડયા બાદ તેણે મોળું મોળું નિવેદન આપતાં ટ્રોલ થયો હતો. અનુપમ ખેરે સરકારને ટેકો જાહેર કર્યો હતો જ્યારે સોનુ નિગમ તો આંદોલનના સવાલથી  જ ભડકી ગયો હતો.

કરીના કપૂરે જણાવ્યું હતું કે જ્યારે એક આખી પેઢી એક અવાજે તેના ભવિષ્યની વાત કરે ત્યારે તેને સાંભળવાની આપણી ફરજ છે. આપણે જેમ તેમને જોઇએ છીએ તેવી જ રીતે તેઓ આપણને પણ જોઇ રહ્યા છે કે હાલ આપણે તેમને કેવો પ્રતિસાદ આપી રહ્યા છીએ.

જ્યારે હ્ય્િતિક રોશન, સલમાન ખાન, દિયા મિર્ઝા, આલિયા ભટ્ટ, રઘુવીર યાદવ, જ્હોની લિવર અને સોનાક્ષી સિંહાએ સોશ્યલ મિડિયા પર વિદ્યાર્થીઓના દેખાવોની તરફેણમાં પોસ્ટ મુકી તેમના જુસ્સાને વધાર્યો હતો. હોલિવૂડના ફિલ્મ સ્ટાર જ્હોન કુસાકે પણ  ચલો સંસદ કૂચ દરમ્યાન પોલીસે કરેલાં અત્યાચારનો વિરોધ કરતાં અરૃંધતિરોયના લેખને ફોરવર્ડ કરી પોતાનો ટેકો ક્રોકોચીસને આપ્યો હતો.

 'ધુરંધર'ની હિરોઈન  આયેશા ખાન અને ઇમરાન ખાને મુંબઇમાં દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓની સાથે જોડાયા હતા.આયેશા ખાનની મુંબઇ પોલીસે  બુધવારે દેખાવોમાં ભાગ લેવા બદલ અટક કરી હતી. ખાન ત્રિપુટીમાંથી સલમાન ખાને સૌ પ્રથમ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરી તેમનું આંદોલન રાજકીય રીતે હાઇજેક ન થઇ જાય તે સામે સાવધ રહેવા જણાવ્યું હતું.

દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસને જણાવ્યું હતું કે  શિક્ષણ કોઇપણ દેશના ભવિષ્યનો પાયો હોય છે. પારદર્શિતાની માંગણી કરતાં વિદ્યાર્થીઓને દુશ્મન ન સમજવા જોઇએ.  જ્યારે એક બાળક રડયુ ત્યારે જ આપણે તેની વાત સાંભળી લેવાની જરૃર હતી. તેના બદલે આપણે બહું બધાં બાળકો મરી ન જાય ત્યાં સુધી રાહ જોઇ. જ્યારે વિદ્યાર્થીઓને જવાબ આપવાને બદલે તેમની સામે બેરિકેડ્સ મુકી લાઠી ચલાવવામાં આવે ત્યારે દેશ નિષ્ફળ બની રહે છે.

નસીરુદ્દીન શાહે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનાર પોલીસની સરખામણી અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એજન્ટો સાથે કરી હતી. શબાના આઝમીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઉત્તરદાયિત્વની માંગણી કરવાનો પુરો લોકતાંત્રિક અધિકાર છે.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા-એફટીઆઇઆઇ-ના ચેરમેન માધવને લાંબી પોસ્ટ મુકી દેખાવો કરનારા સ્ટુડન્ટસ પ્રતિ હમદર્દી દાખવી ત્યારે નેટીઝન્સે જણાવ્યું હતું કે અત્યાર સુધી ક્યાં હતા? બીજા એકે જણાવ્યું હતું કે કરોડરજ્જુ વિના જીવવાનું કેવું લાગે છે? એફટીઆઇઆઇના સ્ટુડન્ટે તેમની કેબિનના દરવાજા પર ગાયબનું મેમે મુકી તેમની મજાક ઉડાવી હતી. અનુપમ ખેરે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેઓ કોઈના હાથા ન બની જાય તેનું  ધ્યાન રાખવું જોઈએ. બીજી તરફ સોનુ નિગમને આ દેખાવો વિશે પૂછાતાં તેણે 'અભી હો ગયા બસ..' એમ તાડૂકીને ચાલતી પકડી હતી.