Mumbai

અક્ષય કુમારે 8 વર્ષ બાદ લગભગ બમણા ભાવે 2 ફલેટ વેચ્યા

By GS Team
5 Jun 20261 min read
અક્ષય કુમારે 8 વર્ષ બાદ લગભગ બમણા ભાવે 2 ફલેટ વેચ્યા

અક્ષયને રિયલ એસ્ટેટમાં રોકાણ ફળ્યું

મુંબઈના બોરીવલીમાં આશરે સાડા ત્રણ કરોડમાં ખરીદેલા ફલેટ હવે સાત કરોડમાં વેચ્યા

મુંબઇઅક્ષય કુમારને રિયલ એસ્ટેટમાં રોકાણ ફળ્યું છે. તેણે બોરીવલીમાં આઠ વર્ષ પહેલાં  બે ફલેટ ૩.૬૮ કરોડમાં ખરીદ્યા હતા. હવે તેણે બંને ફલેટ ૭.૧ કરોડમાં વેચી દીધા છે. અભિનેતાને લગભગ ૯૩ ટકા જેટલો પ્રોફિટ મળ્યો છે.

બિલ્ડિંગના ૩૫મા માળે આવેલો ૧૧૦૧ ચોરસ ફૂટનો ફલેટ અક્ષયે ૨૦૧૭માં ત્રણ કરોડમાં લીધો હતો. તે હવે ૫.૭૫ કરોડમાં વેચાયો છે. આ જ માળે  બાજુનો ૨૫૨ ચોરસ ફૂટનો ફલેટ ૬૮ લાખમાં લીધો હતો તે અક્ષયે ૧.૩૫ કરોડમાં વેચ્યો છે.

 બંને ફલેટ પર અક્ષયને ૩.૪૨ કરોડનો નફો મળ્યો છે.