Mumbai

એઆઈએમઆઈએમના શમીર પટેલનું કોર્પોરેટરપદ પણ રદ

By GS TEAM
23 Jun 20261 min read
એઆઈએમઆઈએમના શમીર પટેલનું કોર્પોરેટરપદ પણ રદ

જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠર્યુ

ઉદ્ધવ સેનાના દીપક સાવંત બાદ બીજા   કોર્પોરેટર પણ ગેરલાયક ઠરતાં બીજી સીટ ખાલી પડી

મુંબઈ  - જિલ્લા જાતિ ચકાસણી સમિતિદ્વારા ઓલઈન્ડિયામજલિસ-એ-ઇત્તેહાદુલમુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના કોર્પોરેટર શમીર રમઝાન પટેલનું ઓબીસી કાસ્ટ સટફિકેટ  અમાન્ય જાહેર કરવામાં આવતા તેમનું કોર્પોરેટર પદ રદ કરવામાં આવ્યું છે.

 બીએમસીમાં એઆઈએમઆઈએમ પક્ષના ચાર કોર્પોરેટર છે.  શમીર રમઝાન પટેલનું કોર્પોરેટર પદ રદ થતાં હવે તેઓની સંખ્યા ત્રણ રહી છે.

આજે યોજાયેલી બીએમસીની સામાન્ય સભામાં મેયર રીતુ તાવડેએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ં

શમીર પટેલ ગોવંડીના વોર્ડ ક્રમાંક ૧૩૭ માંથી ઓબીસી અનામત બેઠક પરથી ચૂંટાયા હતા.

નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ શિવસેના (યુબીટી)ના કોર્પોરેટર દીપક સાવંતનું પણ ઓબીસી  કાસ્ટ સર્ટીફીકેટ અમાન્ય જાહેર થતાં તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. દીપક સાવંત ભાંડુપના વોર્ડ ક્રમાંક ૧૧૧માંથી ઓબીસી અનામત બેઠક પરથી ચૂંટાયા હતા.

આ રીતે ટૂંકા ગાળામાં કાસ્ટ સટફિકેટ સર્ટીફીકેટની ચકાસણીના આધારે બે કોર્પોરેટરોનું સભ્યપદ રદ થતાં  બીએમસીના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ખાલી પડેલી બેઠકો અંગે આગામી કાર્યવાહી પર સૌની નજર છે.