Mumbai

અમદાવાદના ઉમંગે કમ્બોડિયાના સાયબર ઠગોને એક હજાર સિમ મોકલ્યાં

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
નવી મુંબઈના ડિજિટલ એરેસ્ટ કેસમાં વડોદરાથી ઉમંગ લાકોડની ધરપકડ કરાઈ છે. મૂળ અમદાવાદનો ૨૪ વર્ષીય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઉમંગ આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો સાથે સંકળાયેલો હતો. તેણે 1000થી વધુ સિમ કાર્ડ એક્ટિવેટ કરીને કંબોડિયા મોકલ્યા હતા. પોલીસે તેની પાસેથી 347 સિમ કાર્ડ સહિત અનેક વસ્તુઓ જપ્ત કરી છે. આ સિમકાર્ડથી દેશભરમાં છેતરપિંડી થઈ હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ઉમંગે કમ્બોડિયાના સાયબર ઠગોને એક હજાર સિમ મોકલ્યાં

નવી મુંબઈના ડિજિટલ એરેસ્ટ કેસમાં ઉમંગની વડોદરાથી ધરપકડ

ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ઉમંગ લાકોડે મોકલેલાં સિમકાર્ડથી દેશભરના લોકો સાથે છેતરપિંડી થઈ ઃ ૩૪૭ સિમ સહિતની ચીજો જપ્ત

મુંબઈ -  નવી મુંબઈમાં પ્રકાશમાં આવેલાં દોઢ કરોડના ડિજિટલ સ્કેમમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો સાથે  સાંઠગાંઠ બદલ મૂળ અમદાવાદના અમરાઈવાડીના રહીશ ૨૪ વર્ષીય એન્જિનિયર ઉમંગ વિજયભાઈ લાકોડની વડોદરાથી ધરપકડ કરાઈ હતી.   ઉમંગે આંતરરાષ્ટ્રીય સાઈબર ક્રાઈમમાં ઉપયોગ માટે એક હજારથી વધુ સિમ કાર્ડ એક્ટિવેટ  કરી કંબોડિયા મોકલ્યાં હતાં.

નવી મુંબઈના રહીશને ગત માર્ચમાં  એટીએસ  અધિકારીઓના સ્વાંગમાં ડિજિટલ એરેસ્ટના નામે ધમકાવીને ૧.૫૫ કરોડ રુપિયા પડાવી  લેવાયાની ફરિયાદ નોંધાઈ હતી.

    આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વોટ્સએપ એકાઉન્ટ્સ, સિગ્નલ પ્રોફાઇલ્સ અને મોબાઇલ નંબરોના ટેકનિકલ વિશ્લેષણ બાદ નવી મુંબઈ પોલીસે ઉમંગની વડોદરાથી ધરપકડ કરી હતી    પોલીસે  તેની પાસેથી વિવિધ ટેલિકોમ કંપનીઓના  ૩૪૭ સિમ કાર્ડ પાઉચ, ત્રણ મોબાઇલ ફોન, બે ડેબિટ કાર્ડ, છ ચેકબુક, એક પાસબુક અને બે આધાર કાર્ડ જપ્ત કર્યા છે.    ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ઉમંગે એક્ટિવેટ કરીને કમ્બોડિયાં મોકલેલાં સિમકાર્ડથી ભારતભરમાં અનેક લોકો સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાની આશંકા છે. પોલીસ આ કામ માટે ઉમંગને કેટલાં નાણાં ચૂકવાયાં હતાં તે સહિતની બાબતોની તપાસ કરી રહી છે. આ કેસમાં હજુ વધુ ધરપકડો થવાની સંભાવના છે.