Mumbai

ત્રીજા લગ્ન બાદ આમિરખાન ૧૦૦ કરોડ રૃપિયાના મકાનમાં સપરિવાર શિફ્ટ થશે

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈના ખાર વિસ્તારમાં આમિર ખાન 100 કરોડના નવા મરીના એપાર્ટમેન્ટમાં રહેવા જશે. 2030 સુધીમાં નિર્માણ પૂર્ણ થશે. આમિર તેની ત્રીજી પત્ની ગૌરી અને પુત્ર ક્વિન સાથે ટોચના ત્રણ માળ પર રહેશે. પુત્ર જુનૈદ માટે એક આખો ફ્લોર તૈયાર કરાઈ રહ્યો છે. હાલ તેઓ બાંદ્રાના પાલી હિલમાં ભાડાના મકાનમાં રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રીજા લગ્ન બાદ આમિરખાન ૧૦૦ કરોડ રૃપિયાના મકાનમાં સપરિવાર શિફ્ટ થશે

ખાર વિસ્તારમાં આવેલી ઇમારતમાં રિનોવેશન ચાલે છે

આમિરખાનપોતાના નવા મકાન મરીન એપાર્ટમેન્ટમાં એક આખો ફલોર પુત્ર જુનૈદ માટે બનાવી રહ્યો છે                              

મુંબઇ -  પાંચ જુલાઇએ ગૌરી સ્પ્રેટ સાથે પોતાના ત્રીજા લગ્ન કરનાર ફિલ્મ સ્ટાર આમિરખાન હવે નવા મકાનમાં રહેવા જવાનું આયોજન કરી રહ્યો હોવાના સમાચાર આવ્યા છે. મુંબઇના ખાર વિસ્તારમાં હાલ આમિરખાનનું આ નવું મકાન મરીના એપાર્ટમેન્ટ બની રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આમિરખાને આ મકાન માટે પહેલેથી જ ૧૦૦ કરોડ રૃપિયા ચૂકવી દીધાં છે. હાલ આ મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે અને ૨૦૩૦માં આમિરખાન સપરિવાર આ મકાનમાં રહેવા જશે તેમ મનાય છે. હાલ આમિર ખાન બાન્દ્રાના પાલી હિલ વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે.  આ નવા બહુમાળી મકાનમાં ટોચના ત્રણ માળમાં આમિર પોતાની ત્રીજી પત્ની ગૌરી અને તેનો આંગળીયાત પુત્ર ક્વિન સાથે રહેશે. ગૌરીને પહેલાં લગ્નથી થયેલો પુત્ર ક્વિન સાત વર્ષનો છે. ગૌરીએ પહેલા પતિથી તલાક લઇને આમિર સાથે બીજા લગ્ન  કર્યા છે. અભિનેતા જુનૈદખાન પણ આ એપાર્ટમેન્ટમાં રહેવાનો છે. તેના માટે એક આખો માળ તૈયાર કરવામાં આવી રહ્યો છે.