પ્રેમીની હત્યા બાદ લાશ કોથળામાં નાખી બાથરુમમાં નળ ચાલુ કરી પ્રેમિકા ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મકાન માલિકને વોઈસમેલ મોકલ્યો, બાથરુમમાં લાશ પડી છે
કેટલાય દિવસોથી સતત નળનો અવાજ ઉપરાંત દુર્ગંધ આવતાં પડોશીઓએ મકાન માલિકને જાણ કરતાં પર્દાફાશઃ હત્યા બાદ પતિ-પત્ની કોલકત્તા ફરાર
મુંબઈ - કલ્યાણમાં એક પરણિત મહિલાએ તેના પ્રેમીની ધારદાર શસ્ત્રના ઘા મારી હત્યા કર્યા બાદ લાશને કોથળામાં પેક કરી બાથરુમમાં છૂપાવી દીધી હતી. લોહીના ડાઘા સાફ કરવા તેણે બાથરુમનો નળ ખુલ્લો છોડી દીધો હતો. આ મહિલા કોલકત્તા ફરાર થઈ ગઈ હતી. કેટલાય દિવસો પછી ફલેટમાંથી ગંધ આવતાં મકાન માલિકે મહિલાનો સંપર્ક કર્યો હતો. તેણે મકાન માલિકને મોકલેલા વોઈસમેલમાં પોતે હત્યા કરી લાશ બાથરુમમાં રાખી હોવાનું કબૂલતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
કલ્યાણ પૂર્વના મલંગ રોડ પર નીલકંઠ સોસાયટીના ફ્લેટ નંબર ૧૦૪માં હમીદુલ્લા ઈસ્લામ તથા હસીબા છેલ્લા બે-ત્રણ મહિનાથી રહેતાં હતાં. જોકે, કેટલાય દિવસોથી આ ફલેટ બંધ હતો. ફલેટમાંથી સતત પાણી વહેતું હોવાનો અવાજ આવતો હતો. સાથે સાથે દુર્ગંધ પણ શરુ થઈ હતી. આથી પડોશીઓને કશુંક અજૂગતું બન્યું હોવાની શંકા જન્મી હતી. તેમણે ફલેટ માલિકનો સંપર્ક કર્યો હતો. ફલેટ માલિકે ભાડુઆત હસીબાનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો.
હસીબાએ મકાન માલિકને એક એક વાઇસમેઇલ મોકલ્યો હતો. જેમાં મહિલાએ કથિત રીતે કબૂલાત કરી કે તેનો પ્રેમી તેને પરેશાન કરી રહ્યો હતો.આથી તેણે અને તેના પતિએ પ્રેમીને ઘરની અંદર મારી નાખ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
ઘર માલિકે આ બાબતે જાણ કરતાં પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.દરવાજો તોડીને અંદર તપાસ કરતા હમીદુલ્લાનો મૃતદેહ બાથરૃમમાં એક કોથળામાંથી મળી આવ્યો હતો. આરોપી દંપતીએ બાથરૃમનો નળ ચાલુ રાખ્યો હતો.જેથી પાણી વહેતું રહે અને લોહીના ડાઘ સહિત મહત્વપૂર્ણ પુરાવાઓનો નાશ થઈ જાય. પ્રાથમિક તપાસમાં મૃતકના માથા પર ધારદાર શથી હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ ઉપરાંત ઘટનાસ્થળે મળેલા પુરાવાઓની તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી.
અમારી ટીમો અનેક લીડ્સ પર સક્રિયપણે કામ કરી રહી છે અને ગુમ થયેલા દંપતીને શોધવા માટે વિવિધ સ્થળોએ મોકલવામાં આવી છે, એમ શિંદેએ જણાવ્યું હતું.
હત્યા પછી મહિલા ફ્લેટ છોડીને કોલકાતા ભાગી ગઈ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.
માનપાડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(હત્યા) હેઠળ દંપતી વિરુદ્ધ એફઆઈઆર નોંધી કેસની તપાસ કરી રહી છે.









