Mumbai

કેતનની હત્યા બાદ સિયાનો આગામી પ્લાન ચેતન સાથે લગ્ન કરવાનો હતો

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ-પુણેના લોહગઢમાં કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મંગેતર સિયા ગોયલે ભાવિ પતિ કેતન પાસેથી 1 કરોડ રૂપિયા લીધા હતા અને તે તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીને આપ્યા હતા. સિયાએ લગ્નની ખરીદીના બહાને આ રકમ મેળવી હતી. તેણે પ્રેમી ચેતન સાથે મળીને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેથી ચેતન વ્યવસાયમાં રોકાણ કરી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેતનની હત્યા બાદ  સિયાનો આગામી પ્લાન ચેતન સાથે લગ્ન કરવાનો હતો

સિયાએ કેતન પાસેથી રૃ.એક કરોડ લઈ પ્રેમી ચેતનને આપ્યા

મુંબઈ - પુણેના લોહગઢમાં કેતન અગ્રવાલ હત્યા કેસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. મંગેતર સિયા ગોયલે  ભાવિ પતિ કેતન પાસેથી એક કરોડ રૃપિયા લીધા હતા. તેણે આ પૈસા તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીને આપ્યા હતા. સિયાએ  લગ્નની ખરીદી માટે આ રકમ લીધી હોવાનું કહેવાય છે.

૨૦  વર્ષીય સિયાએ તેના પ્રેમી ચેતન ચૌધરીની મદદથી પ્રેમિકાના  ભાવિ પતિ કેતન અગ્રવાલને મારી નાખવાનું કાવતરું ઘડયું હતું. આ કાવતરું ઘડતી વખતે સિયાએ તેમના ભવિષ્ય વિશે પણ વિચાર્યું હતું. સિયાએ કોઈને  તેના પર શંકા ન જાય એનો ખ્યાલ રાખ્યો હતો. કેતનની હત્યાના થોડા દિવસો પછી તેણે ચેતન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

પોલીસ તપાસ દરમિયાન  એવું બહાર આવ્યું છે કે કેતને સિયાને લગ્નના ખર્ચ માટે  એક  કરોડ રૃપિયા આપ્યા હતા. પરંતુ  સિયાએ આ બધા પૈસા ચેતનને આપ્યા જેથી તે તેના વ્યવસાયમાં રોકાણ કરી શકે અને તેની નાણાકીય બાજુ મજબૂત કરી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતનની આથક સ્થિતિ  નબળી હતી. આથી ચેતને સિયાને કહ્યું હતું કે તેને સ્થાયી થવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગી શકે છે.