શાળાઓના સિલેબસમાં વ્યસન મુક્તિના પાઠ ઉમેરાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દરેક શાળામાં કાઉન્સિલિંગ કમિટીઓ બનશે
ડ્રગ ફ્રી સ્કૂલ્સ માટે શાળા સ્તરે જ વિદ્યાર્થીઓને વ્યસનના જોખમોથી વાકેફ કરાશેે
મુંબઈ - મહારાષ્ટ્ર સરકાર રાજ્યની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નશાના દૂષણથી દૂર રાખવા માટે અભ્યાસક્રમમાં વ્યસનમુક્તિ અંગેના પાઠ સામેલ કરવાની તૈયારી કરી રહી છે.
આ પહેલના ભાગરૃપે રાજ્યની શાળાઓમાં વ્યસનમુક્તિ માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સમિતિઓ રચવામાં આવશે. જોકે રાજ્યભરની કૉલેજોમાં પણ આવી સમિતિઓ રચવામાં આવી છે. આ સમિતિઓ વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના દૂષણ વિશે માહિતી આપશે તેમજ જરૃરિયાત મુજબ માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પૂરું પાડશે.
મુખ્યપ્રધાનનાં વડપણ હેઠળ યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન સ્કૂલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓને વિદ્યાર્થીઓને સાયબર છેતરપિંડી અને નશીલા પદાર્થોે સંબંધિત જોખમોથી સુરક્ષિત રાખવા માટેના પગલાં વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી હતી. સરકાર સમગ્ર રાજ્યમાં 'ડ્રગ-ફ્રી સ્કૂલ' અભિયાન પણ શરૃ કરવાની તૈયારીમાં છે, જેથી શાળાઓમાં વ્યસન વિરોધી વાતાવરણ ઊભું કરી શકાય.
સરકારે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના વધતા પ્રભાવને રોકવાનો અને શાળાઓમાં સ્વસ્થ તથા સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવાનો છે. વ્યસન વિરોધી અભ્યાસક્રમ, માર્ગદર્શન સમિતિઓ અને સુરક્ષા સંબંધિત પગલાં દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવાની સાથે તેમને જોખમોથી બચાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.









