પરવાના કરતાં વધુ જગ્યા પચાવનારા ફેરિયા સામે પગલાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુ. કમિશનરે ૩ કલાક ફરી ફૂટપાથો તપાસી
ફૂટપાથ પર સામાન નહીં મૂકવા, વાહનો પાર્ક ન કરવા તથા કચરો પણ નહિ ફેંકવા માટે તાકીદ
મુંબઈ - અધિકૃત ફેરિયાઓએ લાઇસન્સમાં દર્શાવેલી જગ્યા અને મર્યાદામાં જ ધંધો કરવાનો રહેશે. તેનાથી વધુ જગ્યા પર અતિક્રમણ કરનાર ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવા આવશે એવી ચેતવણી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) એ આપી છે.
આ સંબંધે બીએમસી કમિશનર અશ્વિની ભીડેએ અધિકારીઓને દરેક લાઇસન્સધારક ફેરિયાની વાસ્તવિક જગ્યા ચકાસવાનો પણ આદેશ અપાયો છે.
મુંબઈના ફૂટપાથને અતિક્રમણમુક્ત બનાવી રાહદારીઓને સરળ અને સુરક્ષિત માર્ગ મળે તે માટે બીએમસીનું પેડસ્ટ્રિયન ફર્સ્ટ અભિયાન વધુ કડક બનાવાયું છે. બીએમસી કમિશનરએ આજે ત્રણ કલાકથી વધુ સમય સુધી શહેરના વિવિધ વિસ્તારોનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
કમિશનરે ખુદે કેટલાક ફેરિયાઓના લાઇસન્સ તપાસ્યા હતા. ગ્રાન્ટ રોડ સ્ટેશન, જગન્નાથ શંકરશેઠ મેટ્રો સ્ટેશન અને નાયર હોસ્પિટલ પરિસરમાં ખાસ ધ્યાન આપવા સૂચના અપાઈ હતી.
ફૂટપાથ પર સામાન ન મૂકવા, વાહનો પાર્ક ન કરવા અને રસ્તા કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા કમિશનરે નાગરિકોને અપીલ કરી છે. ફૂટપાથ રાહદારીઓ માટે છે, અતિક્રમણ માટે નહીં.




