બાળકીના અપહરણ, જાતીય હુમલાના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ

આરોપીનો ઈરાદો જાતીય અત્યાચાર હોવાનું પુરવાર
જોકે બળાત્કારના અરાપો પુરવાર નહીં થતાં ગુનામાંથી મુક્તિ
મુંબઈ - ગીર બાળકીનું અપહરણ કરીને જાતીય હુમલો કરવાના કેસમાં થાણેની વિશેષ કોર્ટે ૨૯ વર્ષીય યુવાનને ત્રણ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. કોર્ટે પીડિતાના નિવેદન અને જાતીય કૃત્ય આચરવાના ઈરાદા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
જોકે આરોપીને તબીબી પુરાવાના અભાવે બળાત્કારના ગંભીર આરોપમાંથી મુક્તિ અપાઈ હતી. કોર્ટે તેના પર રૃ. ૫૦૦નો દંડ લાદ્યો હતો અને નહીં ભરે તો છ માસની સાદી કેદ કરાશે એમ જણાવ્યું હતું.
ભિવંડીના ફન્ડોલેનગરમાં ૨૧ એપ્રિલ ૨૦૨૨ના રોજ રમતી આઠ વર્ષની પીડિતાનું આરોપી ઈમરાન શેખે અપહરણ કર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતાં સ્થાનિકોએ તેને ઉગારી હતી.
શારીરિક ઈજાના અભાવને મુદ્દ ેજજે નોંધ્યું હતું કે જો સમાગમ થયો હોત તો તેને ગુપ્તાંગમાં ઈજા થઈ હોત. આથી સ્પષ્ટ છે કે બળાત્કાર પુરવાર થયો નથી.આરોપીએ બાળકીના ગુપ્તાંગને સ્પર્શ કર્યો હોવાથી જાતીય ઈરાદો સ્પષ્ટ થાય છે. કોર્ટે આરોપીને જાતીય હુમલો અને અપહરણના કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો.









