અબુ સાલેમે દંડની સ્પષ્ટતા માગતાં સીબીઆઈ પાસે જવાબ મગાવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેલ ઓથોરિટીના જવાબ પર ટાડા કોર્ટમાં અરજી
૧૬.૫૧ લાખનો દંડ નહીં ભરે તો વધુ ૧૮ વર્ષ છ માસની જેલ થશે એમ જેલ ઓથોરિટીએ જણાવેલું
મુંબઈ - અંડરવર્લ્ડ ગેન્ગસ્ટર અબુ સાલેમે વિશેષ ટાડા કોર્ટ સમક્ષ અરજી કરીને કસૂરવાર ઠેરવતા આદેશ અનુસાર ચૂકવવાની આવતી દંડની રકમને લઈને સ્પષ્ટતા માગી છે. કોર્ટે ફરિયાદી પક્ષને અરજીનો જવાબ આપવા જણાવ્યું છે.
મુંબઈ સ્થિત બિલ્ડર પ્રદીપ જૈનની ૧૯૯૫માં હત્યાના કેસમાં અને ૧૯૯૩ના ધડાકામાં સંડોવણી બદલ નવેમ્બર ૨૦૦૫માં પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પિત કરાયો હતો. તેને ટાડા કોર્ટે જન્મટીપની સજા સંભળાવી હતી.
તેને સપ્ટેમ્બર ૨૦૧૭માં બોમ્બ ધડાકાના કેસમાં જન્મટીપની સજા સંભળાવાઈ હતી.જેલ ઓથોરિટી અને ફરિયાદી પક્ષને દંડનપી રકમને લઈને પોતાને સ્પષ્ટતા કરે એવો નિર્દેશ વિશેષ કોર્ટ પાસે માગ્યો હતો.
સાલેમને રૃ.૧૬.૫૧ લાખનો દંડ ભરવાનો રહેશે અન્યથા વધુ ૧૮ વર્ષ અને છ મહિનાની જેલ ભોગવવાની રહેશે એવા જેલ ઓથોરિટીએ આપેલા જવાબ પર સ્પષ્ટતા માગી હતી. અરજીની સુનાવણી આવતા સપ્તાહે થશે.




