Mumbai

કિંગમાં અભિષેક અને રાણી ૨૦ વર્ષે સ્ક્રીન શેર કરશેે

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'માં અભિષેક બચ્ચન અને રાણી મુકર્જીની જોડી ૨૦ વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે. મુંબઈમાં બની રહેલી આ ફિલ્મમાં અભિષેક ખલનાયકની ભૂમિકામાં હોવાનું મનાય છે. સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ સાથે અભિષેક-રાણી છેલ્લે ૨૦૦૭માં 'લાગા ચૂનરી મેં દાગ'માં દેખાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કિંગમાં અભિષેક અને રાણી ૨૦ વર્ષે સ્ક્રીન શેર કરશેે

શાહરુખની કિંગમાં બંનેનાં સમાંતર રોલ

અભિષેક -રાણીની જોડી છેલ્લે ૨૦૦૭માં લાગા ચૂનરી મેં દાગ માં  સાથે દેખાઈ હતી 

મુંબઈ -  શાહરૃખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'માં અભિષેક બચ્ચન અને રાણી મુકર્જીની જોડીએ વીસ વર્ષ બાદ સાથે કામ કર્યું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની ભૂમિકા ખલનાયકની હોવાનું મનાય છે.

શાહરૃખ ખાનની ફિલ્મ 'કિંગ'નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. તેમના નિર્દેશન હેઠળ અભિષેક અને રાણીની જોડી વીસ વર્ષ બાદ સાથે કામ કરી રહી છે. અભિષેક અને રાણી છેલ્લેે ૨૦૦૭માં આવેલી ફિલ્મ 'લાગા ચૂનરી મેં દાગ'માં સાથે દેખાયા હતા.

૨૦૦૧માં 'બસ ઇતના સા ખ્વાબ' સાથે જામેલી આ જોડી એ પછી ૨૦૦૪માં 'યુવા' ફિલ્મમાં, ૨૦૦૫માં 'બંટી ઔર બબલી'માં અને ૨૦૦૬માં 'કભી અલવિદા ના કેહના'માં જોવા મળી હતી.  એક સમયે એમ કહેવાતું હતું કે જયા બચ્ચન અભિષેક અને રાણીનાં લગ્ન કરાવવા ઈચ્છતાં હતાં.