Mumbai

સોનમ વાંગચૂકને ઓળખતો ન હોવાનો આમિરનો દંભ તરત ખુલો પડી ગયો

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં આમિર ખાને '3 ઈડિયટ્સ'માં રાંચોનું પાત્ર સોનમ વાંગચૂક આધારિત ન હોવાનો દાવો કરતા જ જૂનો વીડિયો વાયરલ થયો. 2008માં લદ્દાખમાં આમિર અને વાંગચૂક મળ્યા હતા, જ્યાં ફિલ્મોની ચર્ચા થઈ હતી. આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે વાંગચૂકને ખુલ્લો ટેકો આપ્યો. સ્વરા ભાસ્કરે ફિલ્મ હસ્તીઓ ન આવવા પાછળનો ડર જણાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચૂકને ઓળખતો ન હોવાનો આમિરનો દંભ તરત ખુલો પડી ગયો

રાંચોનું પાત્ર વાંગચૂક આધારિત ન હોવાનો ખોટો  દાવો

લોકોએ તરત આમિરનો જૂનો વિડીયો વાયરલ કર્યોઃ  કિરણ રાવનો વાંગચૂકને ટેકો                                   

મુંબઇ -  'થ્રી ઇડિયટ' ફિલ્મ સોનમ વાંગચૂક પર આધારિત ન હતી અને ફિલ્મ બની ત્યારે અમે સોનમ વાંગચૂકને ઓળખતા પણ ન હતા એવા આમિર ખાનના દાવાઓનો ગણતરીના કલાકોમાં જ પરપોટો ફૂટી ગયો હતો. સોશિયલ મીડિયા પર આમિર અને વાંગચૂક અગાઉ મળ્યા હોવાનો તથા ફિલ્મ બનાવવાની ચર્ચા કરી હોવાનો વિડીયો વાયરલ થઈ ગયો હતો. બીજી તરફ આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે સોનમ વાંગચૂકને સમર્થન જાહેર કર્યુ ંહતું.

આમિરખાને  'થ્રી ઇડિયટ'માં તેનું રાંચોનું પાત્ર વાંગચૂક પર આધારીત નહોતું  તેવો દાવો  કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ ૨૦૦૯માં બની રહી હતી ત્યારે હુે ંકે ફિલ્મના લેખકો વાંગચૂકને ઓળખતાં પણ નહોતા. જો કે એ પછી તરત જ ૨૦૦૮માં લદ્દાખમાં વાંગચૂકને રિયલ હીરોઝ એવોર્ડ મળ્યો તે વિડીયો ઓનલાઇન મુકવામાં આવ્યો હતો જેમાં વાંગચૂકે આમિરને મળ્યા હોવા ઉપરાંત લદ્દાખ અને બાલ્ટિસ્તાન સરહદ વિવાદ વિશે ફિલ્મ બનાવવાની ચર્ચા પણ કરી હોવાનું જણાવ્યું હતું. વાંગચૂકે આમિરની ૨૦૦૭માં આવેલી 'તારે જમીં પર' ફિલ્મના વખાણ પણ કર્યો હતા. આમિરે પણ લંડનમાં ગુરૃવારે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટયુટ ખાતે જણાવ્યું હતું કે રાંચોનું પાત્ર વાંગચૂક પર આધારીત હોવાની ગેરસમજ પ્રવર્તે છે. જો કે, આમિરે એ જ વખતે તેમની કથળતી તબિયત વિશે પહેલીવાર જાહેરમાં ચિંતા વ્યક્ત કરી તેમના ઉપવાસ ટૂંક સમયમાં પુરા થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

બીજી તરફ ં ફિલ્મમેકર કિરણ રાવે તેના ઇન્સ્ટાની ડીપી બદલી હું સોનમને ટેકો આપું છું તેમ જણાવતી ઇમેજ મુકી હતી. કિરણરાવે જણાવ્યું હતું કે હું આપણા વિદ્યાર્થીઓના અધિકારો માટે દેખાવો કરી રહેલાં આ દેશના તમામ નાગરિકોની પડખે છું. દરમ્યાન જંતરમંતર પહોંચેલી સ્વરા ભાસ્કરે ફિલ્મહસ્તીઓ કેમ વાંગચૂકને ટેકો આપવા આગળ આવતી નથી તે બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મારી જે હાલત કરવામાં આવી હતી તેનાથી બધાં ગભરાય છે કે તેમને ડર છે કે તેમની હાલત પણ સ્વરા જેવી કરવામાં આવશે. સ્વરાએ જણાવ્યું હતું કે હું ગોલ્ડન વીઝા લઇ કાયમ માટે દુબઇ જતી રહેવાને બદલે મારી પુત્રીને આ જ દેશમાં ઉછેરવા માંગું છું. તેના ભવિષ્ય માટેની આ લડત છે.