Mumbai

આધાર-ડિજિલોકરથી અરજી આપોઆપ ભરાશે, સરકારી કચેરીના ધક્કા ઘટશ

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર સરકારે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે મંજૂરી પ્રક્રિયા 3 સ્તર સુધી મર્યાદિત રહેશે. ડિજિટલ વેરિફિકેશન અને ઓટોફિલ ફોર્મ્સ પર ભાર મુકાશે, જેથી દસ્તાવેજોની ભૌતિક સોંપણી ટાળી શકાય. આદેશ મુજબ, સરકારી વિભાગોએ નિયમો બદલી સેવાઓ સુગમ બનાવવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર-ડિજિલોકરથી અરજી આપોઆપ ભરાશે, સરકારી કચેરીના ધક્કા ઘટશ

બાબુગીરી  બંધઃ લાલફિતાંશાહી ઘટાડવા સરકારનો આદેશે

ઓછામાં ઓછા સ્તરે મંજૂરી, ડિજિટલ વેરિફેકેશનનો આગ્રહ રાખવા, દસ્તાવેજોની ભૌતિક  સોંપણી ઘટાડવા, જરુર પડે નિયમો બદલવા સૂચના

મુંબઈ  -    સરકારી કચેરીઓના ધક્કા, લાંબી મંજૂરી પ્રક્રિયા અને દસ્તાવેજોના ઢગલાથી કંટાળેલા નાગરિકોને મહારાષ્ટ્ર સરકારે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે અધિકારીઓની લાલફીતાશાહી પર કાપ મૂકી લોકોને સરકારી કચેરીએ ઓછામાં ઓછા ધક્કા ખાવા પડે તે માટે  ડિજિટલી ઉપલબ્ધ સંલગ્ન પુરાવાઓનો ઉપયોગ કરવા તથા મંજૂરીઓના વિવિધ તબક્કા ઘટાડવા માટે જણાવ્યું છે. જાત ભાતનાં ફોર્મ્સ ઓટો ફિલ અથવા તો ઓટો ફેચ્ડ થાય એટલે કે નામ, સરનામાં સહિતની અનેક વિગતો આપોઆપ સરકારી રેકર્ડ પર ઉપલબ્ધ હોય અને ભરાઈ જાય તે રીતે ફોર્મ્સ ડિઝાઈન કરવા જણાવાયું છે.

આયોજન વિભાગના સરકારી ઠરાવ (જીઆર) મુજબ હવે  જુદાં જુદાં સરકારી ખાતાંઓને જુદી જુદી સરકારી પ્રક્રિયાઓ, અરજીઓ વગેરે માટે આધાર, મહા-સમન્વય અને ડિજિલોકર જેવા સરકારી ડેટાબેઝમાંથી અરજદારની માહિતી આપોઆપ મેળવવા જણાવાયું છે.  જ્યાં ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ હશે ત્યાં કાગળના દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મંજૂરીની પ્રક્રિયા મહત્તમ ત્રણ સ્તર સુધી જ રહેશે. વર્ષોથી ચાલતી લાંબી ફાઇલબાજી અને વિલંબ પર હવે બ્રેક લાગશે.દરેક સરકારી વિભાગે સરકારી સેવાઓને વધુ સુગમ બનાવવા માટે પાંચ મુદ્દાની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે.

સરકારી વિભાગોને જણાવાયું છે કે બને ત્યાં સુધી દસ્તાવેજોનું ઓનલાઈન વેરિફિકેશન તથા ઓનલાઈન વેલિડેશનનો જ આગ્રહ રાખવો જેથી નાગરિકોને સરકારી કચેરીમાં મોટાભાગે રુબરુ આવવાની જરુર પડે જ નહીં.  આ ઉપરાંત સરકારી ડિજિલોકર તથા એપીાઈ ઈન્ટરઓપરેબિલિટીનો ઉપયોગ કરી   જો ડિજિટલ દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો તે જ આપોઆપ  મેળવી લઈ રજૂ કરવાના દસ્તાવેજોની સંખ્યા ઘટાડવા, દસ્તાવેજોની ભૌતિક સોંપણી ટાળવા તથા સેલ્ફ ડિક્લેરેશનને પ્રોત્સાહન આપવા જણાવાયું છે.

સરકારી વિભાગોને આ પ્રકારે નવાં ફોર્મ ડીઝાઈન કરવા, નવેસરથી પ્રોસેસિંગ પ્રક્રિયા હાથ ધરવા  , જરુર પડે નવા ઠરાવો,  ગાઈડલાઈન્સ, પેટા નિયમો જાહેર કરવા જણાવાયું છે. મહા આઈટીને તમામ સરકારી ડિજિટલ સિસ્ટમ્સ તથા પોર્ટલ્સમાં અગ્રતાના ધોરણે જરુરી ફેરફારો કરવા જણાવાયું છે.