સ્ત્રી કોઈની મિલકત નથી, પોતાની માલિક પોતે છે : રાહુલ ગાંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલાઓની સ્વતંત્રતા અને ઓળખના મુદ્દે મનુસ્મૃતિના ઉલ્લેખ સાથે રાહુલ આડકતરી રીતે ભાજપ પર રાજકીય પ્રહાર કર્યો હતો. પુણેમાં કોંગ્રેસના યુવા આઉટરીચ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ'માં તેમણે કહ્યું કે ી કોઈના અધિકાર હેઠળની વ્યક્તિ નથી.
રાહુલ ગાંધીએ મનુસ્મૃતિમાં બાળપણમાં પિતાના, યુવાનીમાં પતિના અને પતિના મૃત્યુ બાદ પુત્રોના આધિપત્ય હેઠળ રહેવાની વાતનો ઉલ્લેખ કરતાં તેને શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે મહિલાઓને જીવનભર પુરુષ સંબંધીઓના આધારે ઓળખવાની માનસિકતા બદલવી જરૂરી છે.
રાહુલ ગાંધીએ મહિલાઓને સંબોધતાં કહ્યું કે તમે તમારા પિતા, ભાઈ, પતિ કે પુત્રના નથી, તમે તમારા પોતાના છો. તેમના મતે, ભારતની સૌથી મોટી તાકાત દેશની કરોડો મહિલાઓની અલગ-અલગ પ્રતિભા, કલ્પના અને સપનાઓમાં રહેલી છે.
તેમણે કહ્યું કે મહિલાઓને ઘણીવાર માત્ર દીકરી, પત્ની કે માતા તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધો મહત્વપૂર્ણ હોવા છતાં મહિલાની સંપૂર્ણ ઓળખ માત્ર આ સંબંધો પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. મહિલાઓ વ્યાવસાયિક, રમતવીર અને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરનાર તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે.
કાર્યક્રમ દરમિયાન મહિલા વિદ્યાર્થીઓએ પણ યુવાનો અને મહિલાઓને લગતા પ્રશ્નો અંગે પોતાના વિચારો રજૂ કરતાં ભાજપની નીતિઓ અને અભિગમ સામે સવાલો ઉઠાવ્યા હતા. આમ, રાહુલ ગાંધીના મનુસ્મૃતિના ઉલ્લેખ અને વિદ્યાર્થીનીઓના રાજકીય સવાલોથી 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમ માત્ર સંવાદ નહીં, પરંતુ ભાજપ વિરુદ્ધ યુવા અવાજનું રાજકીય મંચ બન્યો હોવાનો સંદેશ કોંગ્રેસે આપ્યો હતો.
રાહુલે યુવાનોને પાંજરું તોડી અને પોતાની લાગણીઓ, વિચારો તથા સપનાઓને મુક્તપણે વ્યક્ત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ અનોખી છે અને તેની પોતાની દૃષ્ટિ તથા ઓળખ છે.
મહિલાઓને દેશની મોટી સંપત્તિ ગણાવતાં રાહુલે તેમની સંવેદનશીલતા, દયા, સૌમ્યતા અને દૂરંદેશી વિચારશક્તિને દેશની શક્તિ ગણાવી હતી. પુણેમાં રાહુલનું આ ભાષણ મહિલાઓના અધિકારના મુદ્દાને લઈને રાજકીય ચર્ચાને વધુ ઉગ્ર બની રહ્યું છે.









