Mumbai

માર્વેના દરિયામાં શઢવાળી નૌકાની સ્પર્ધાનો નઝારો

By GS Team
8 May 20261 min read
માર્વેના દરિયામાં શઢવાળી નૌકાની સ્પર્ધાનો નઝારો

દેશભરમાંથી ઉમટેલા યુવા નાવિકો

શનિવારે ફાઇનલ હરિફાઇ યોજાશે

મુંબઇમાર્વેના દરિયામાં ચાલી રહેલી શઢવાળી નૌકા (યૉટ)ની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરમાંથી ઉમટેલા યુવા નાવિકો વચ્ચે રસાકસી ચાલી રહી છે. શનિવારે ફાઇનલ હરિફાઇ યોજાશે.

યોટીંગ  એસોસિયેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી આ સ્પર્ધાની ગણના રાષ્ટ્રીય કક્ષાની અગ્રીમ હરિફાઇમાં થાય છે. ગઇ ચોથી મેથી શરૃ થયેલી આ સ્પર્ધા અનુકૂળ હવામાનને કારણે અને શાંત દરિયાને લીધે વિનાવિઘ્ને આગળ વધી રહી છે. જો કે આજે હવામાને પલ્ટો લીધો હતો. વાયએઆઇ યુથ નેશનલ્સ ૨૦૨૬ની આ સ્પર્ધાના અનુભવને આધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સામેલ થવા માટે યુવા નાવિકો સક્ષમ બને છે.