Mumbai

મુંબઈ મહાપાલિકામાં 1700માંથી કુલ 879 મહિલા ઉમેદવાર

By GS Team
6 Jan 20262 mins read
મુંબઈ મહાપાલિકામાં 1700માંથી કુલ 879  મહિલા ઉમેદવાર

પુરુષો કરતાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધી ગઈ

બી.એમ.સી.માં મહિલા રાજ જોવા મળશે

મુંબઈ -  મુંબઈ  મહાનગર પાલિકાની  ચૂંટણીમાં ૧૭૦૦ ઉમેદવાર પૈકી ૮૭૯ એટલે કે ૫૧.૭૦ ટકા મહિલા ઉમેદવાર છે. જ્યારે ૮૨૧ પુરુષ ઉમેદવારોએ ઝંપલાવ્યુું છે.

બી.અએમ.સી.ની ચૂંટણીમાં ૮૭૯ મહિલા ઉમેદવારા છે. તેમાં પૈકી ૪૧૮ મહિલા મુખ્ય  પક્ષોમાંથી લડી રહી  છે.  દેવનાર, માનખુર્દ, ચેમ્બૂર, શિવાજી નગર, ગોવંડી  જેવા લઘુમતી મત્તોનું મોટુું સંખ્યાબળ ધરાવતા વોર્ડમાંથી પણ  લગભગ ૬૮ મહિલા ઉમેદવાર ચૂંટણીના રણમેદાનમાં છે.

મુંબઈની ૨૨૭ બેઠક પૈકી ૧૧૪ બૈઠક મહિલાઓ માટે આરક્ષિત છે. ભાજપે કુલ ૧૩૭ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. એમાં પૈકી ૭૬ મહિલા અને ૬૧ પુરુષ છે.  ભાજપ દ્વારા મહિલા અનામત સિવાયની  અન્ય બેઠકો પર પણ મહિલાઓને ટિકિટ અપાઈ છે. 

ચૂંટણીમાં ઊભી રહેલી ૮૭૯ મહિલા ઉમેદવારોમાં એમ/પૂર્વ વોર્ડના ચેમ્બૂર, દેવનાર માનખુર્દ, ગોવંડી ભાગમાં ૬૮ મહિલા ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે એફ/ઉત્તર વોર્ડ ધરાવતા વડાલા, દાદર વિસ્તાર અને સાયન ભાગ મળીને ૬૬ મહિલા ઉમેદવાર, જી/નોર્થ વોર્ડ ધરાવતા ધારાવી, માહિમ, દાદરનો અમુક ભાગ મળીને ૫૯ અને કે/પૂર્વ ધરાવતા અઁધેરી (પૂર્વ)માં ૫૬, એન વોર્ડ ધરાવતા ઘાટકોપર, વિક્રોલી, કાંજુર માર્ગ, નાહૂર ૫૧, ભાયખલા, ઈ-વોર્ડ ધરાવતા ભાયખલા, ચિંચપોકલી , રે રોડ થી ૫૦, જી/દક્ષિણ વોર્ડના વરલી, પ્રભાદેવીથી ૩૪ ઉમેદવાર મહિલા છે. આર/સેન્ટ્રલ વોર્ડમાં આશરે ૧૭ મહિલા ઉમેદવાર મેદાનમાં  છે.

જોકે, આ મહિલા ઉમેદવારોમાંથી સંખ્યાબંધ મહિલાઓ ભૂતપૂર્વ નગરસેવકની પત્નીઓ કે અન્ય પરિવારજન છે. કેટલાય નગરસેવકોની બેઠકો મહિલાઓ માટે અનામત થઈ ગઈ તે પછી તેમણે પોતાના પરિવારની મહિલાને ટિકિટ અપાવી દીધી છે.