એ.આર. રહેમાન અટારી બોર્ડર પર બીએસએફ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપશે

જેસીપી
સ્ટેડિયમમાં સાંજના ૪.૩૦થી ૫.૩૦ દરમિયાન થતી પ્રતિષ્ઠિત પરેડ સમારોહમાં પ્રસ્તુતિ
કરશે
મુંબઇ - ઇમ્તિયાઝ અલીએ પોતાની
ફિલ્મ મૈં વાપસ આઉંગા માટે સીમા સુરક્ષા બળના જવાનો અને મહિલા જવાનોને સમર્પિત
કરતો એક વિશેષ કાર્યક્રમની ઘોષણા કરી છે. જય હો -બહાદુરોને શ્રદ્ધાંજલિ શીર્ષકનો આ
કાર્યક્રમ ૭ જુનના રોજ અટારી બોર્ડર પર
આયોજિત કરવામાં આવશે.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું નેતૃત્વ પ્રખ્યાત સંગીતકાર અને
ગાયક એઆર રહેમાન કરશે. જેસીપી સ્ટેડિયમમાં યોજાનારી ૪.૩૦થી ૫.૩૦ દરમિયાન પરેડ સમારોહમાં પ્રસ્તૃતિ કરશે.
આ
કાર્યક્રમનો ઉદેશ્ય ભારતની સીમાઓ પર બીએસએફ જવાનોના સાહસ, બલિદાન અને સમર્પણને
સમ્માનિત કરવાનો છે. આયોજકોના અનુસાર, આ આયોજન રાષ્ટ્રના
પ્રતિ યોગદાન અને કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનું છે.
આ
કાર્યક્રમમાં રહેમાનની સાથેસાથે ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી અને અભિનેતા વેદાંગ
રૈૈના પણ સામેલ હશે.ફિલ્મના સંગીત સાથે જોડાયેલા ઘણ ાગાયકો જેવા કે મોહિત ચૌહાણ, પૂજા તિવારી અને નરગિસ
પણ સામેલ હશે.









