Mumbai

બાળકીનાં ફેફસામાં પેનનું ઢાંકણું ફસાયું હતું ડોક્ટરોએ ૭ વર્ષ ટીબી-દમની સારવાર કરી

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈના ધારાવીની એક બાળકીને 7 વર્ષ સુધી ખોટા નિદાનથી પીડા ભોગવવી પડી. ડાબા ફેફસામાં પેનનું ઢાંકણ ફસાયેલું હોવા છતાં, ડોકટરો ટીબી અને દમની સારવાર આપતા રહ્યા. અંતે, સીટી સ્કેન અને બ્રોન્કોસ્કોપી દ્વારા સાચું કારણ જાણવા મળ્યું. લાંબા સમય સુધી ફસાયેલી વસ્તુને કારણે ફેફસાનો થોડો ભાગ કાપવો પડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકીનાં  ફેફસામાં પેનનું ઢાંકણું  ફસાયું હતું ડોક્ટરોએ ૭ વર્ષ ટીબી-દમની સારવાર કરી

મુંબઈમાં ધારાવીની બાળકીને ખોટા નિદાનથી વર્ષો સુધી પીડા ભોગવવી પડી

વર્ષો સુધી ડોક્ટરો બાળકીની તકલીફનું નિદાન જ ન કરી શક્યાઃ  આટલા વર્ષો બાહ્ય ચીજ ફસાઈ હોવાથી ફેફસાનો થોડો હિસ્સો  કાપવો પડયો

મુંબઈ - મુંબઈના ધારાવીની એક બાળકીના ડાબા ફેફસામાં પેનનું ઢાંકણ ફસાયેલું હોવાની ખબર સાત વર્ષે પડી છે. તેને ટીબી અથવા દમની સારવાર આપવામાં આવી હતી પણ તેનો આ રોગ નહીં હતા પણ ફેફસામાં પેનનું કેપ ફસાયું હતું.

બાળકી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેને ખાંસી થઈ હતી અને તેનું વજન અચાનક જ ઘટી ગયું હતું. બાળકીની માતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી અને ચેપી રોગ થયો છે તેવું વિચારીને તેને એન્ટીબાયોટિકસ આપીને સારવાર કરવાનો પ્રયત્ન થયો હતો. એક બે વધુ ડોક્ટરને બતાવ્યા પછી તેને બીએમસીની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીનેગલફાનું સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં ટીબી માટે નેગેટીવ આવ્યું પણ તેને ડોક્ટરોએ અન્ય લક્ષણો જોતા ટીબીની સારવાર ચાલુ કરી દીધી હતી.

ટીબીની સારવાર પછી પણ બાળકીની તબિયત સારી થઈ ન હતી. આથી બાળકી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને દમ હોવાનું નિદાન કરીને ડોક્ટરે તેને રાહત માટે ઈન્હેલર (શ્વાસની દવા લેવાનું સાધન) લખી આપ્યા હતા.

બાળકોની એક હોસ્પિટલના ડોક્ટરે સીટી સ્કેન કરાવ્યું હતું અને તેમાં ફેફસા સાંકડા થઈ ગયા હોવાનું જણાયું હતું. જોકે ફેફસું બીજી રીતે નોર્મલ દેખાતુ હતું. ડોક્ટરને આના પરથી શંકા ગઈ કે કઈ બાહ્ય ચીજ ફેફસામાં છે. ડોક્ટરે બાળદર્દીની બ્રોન્કોસ્કોપી (પાતળી નળી મોં કે નાક દ્વારા અંદર દાખલ કરીને શું ફસાયું છે તેનું નિદાન કરવું) કરાવી હતી.

બ્રોન્કોસ્કોપીમાં જાણ થઈ હતી કે પેનકેપ અંદર દાખલ થયેલી છે. પેનનું ઢાંકણ બહાર કાઢવામાં આવ્યું હતું ને પછી  બાબકીને રાહત થઈ હતી. બેથી ત્રણ સપ્તાહ પછી તેનો ન્યુમોનિયા ઓછો થયો હતો અને તેના ફેફસાનો એક તૃતિયાંસ હિસ્સો ટીસ્યુડેમેજને કારણે થોડા દિવસ પછી ઓપરેશનથી કાઢી લેવામાં આવ્યો હતો.

આ બાળકીનો સાત વર્ષ પીડા ભોગવવી પડી અને એક સાચા નિદાન પછી તે હવે સામાન્ય જીવન જીવી શકશે તે રાહતની વાત છે. બાળકોમાં ફસાયેલા પ્લાસ્ટિક પાટર્સ ચેસ્ટ એકસરેમાં જોઈ શકાતા નથી. સીટી સ્કેન કરવું જરૃરી છે તેવું તારણ આ ઘટનાથી કાઢી શકાય છે.