અક્ષયના કાફલાની કારને અકસ્માત મામલે અન્ય કાર ચાલક સામે ગુનો નોંધ્યો

જુહુ ખાતે રિક્ષાની ટક્કરથી અસેયુવી પલટી થઈ ગયેલી
કારે ટક્કર મારતા રિક્ષા બેકાબૂ બની
એસ્કોર્ટ કારને અથડાઈ જેમાં બન્ને
વાહનોને નુકસાન થયું
મુંબઇ
- બોલીવૂડ સ્ટાર અક્ષયકુમારના કાફલાની એક એસ્કોર્ટ કાર સોમવારે રાત્રે અકસ્માતનો ભોગ બની હતી. પાછળથી આવેલ એક
રિક્ષા બેકાબૂ બની જોશભેર એસ્કોર્ટ કાર સાથે અથડાઇ હતી. આ ઘટનામાં ઓટો ડ્રાઇવરને
ગંભીર ઇજા થઇ હતી. ખરેખર તો પાછળથી આવી રહેલ એક કારે તેજ ગતિનાં રિક્ષાને ટક્કર
મારતા રિક્ષા બેકાબૂમ બની ધડાકાભેર અક્ષયકુમારની એસ્કોર્ટ કાર સાથે અથડાઇ હતી.
આ ટક્કર એટલી ભીષણ હતી કે
રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બની ગયો હતો જ્યારે ટક્કરને લીધે
કાર આડી થઇ બે ટાયર પર આવી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આ
ઘટના સમયે અક્ષયકુમાર આગળની કારમાં હાજર હતા. આ ઘટનામાં રિક્ષા ચાલકને ગંભીર ઇજા
પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પ્રકરણે જુહુ પોલીસે અન્ય એક
કારચાલક રાધેશ્યામ રાય નામના આરોપી વિરૃદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ
૨૮૧, ૧૨૫(એ) અને ૧૨૫ (બી) હેઠળ કેસ નોંધી આ ઘટનાની વધુ તપાસ શરૃ કરી છે.
આ બાબતે વધુ વિગતાનુસાર સોમવારે રાત્રે નવ વાગ્યા બાદ અક્ષયકુમાર અને તેની
પત્ની ટ્વિકલ ખન્ના એરપોર્ટથી તેમના જુહુ સ્થિત નિવાસસ્થાને પાછા ફરી રહ્યા હતા. આ
સમયે જુહુના સિલ્વર કેફે વિસ્તાર પાસે અક્ષયકુમારની કારનો કાફલો પહોંચ્યા ત્યારે
અભિનેતાની પાછળ આવી રહેલા એક એસ્કોર્ટ કાર
સાથે રિક્ષા જોશભેર અથડાઇ હતી. આ ટક્કર
એઠલી ભીષણ હતી કે રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત બની ગયો હતો. પાછળથી
આવી રહેલ એક કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા બેકાબૂ બની એસ્કોર્ટ કાર સાથે અથડાઇ હતી. આ ઘટના બાદ
એસ્કોર્ટ કાર એક બાજુ પલ્ટી થઇ બે ટાયર પર આવી ગઇ હતી. આ ઘટના બાદ અક્ષયનો
મેનેજર અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડ
કારમાંથી બહાર આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ ઘટનામાં રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બાબતના એક વાયરલ વીડિયોમાં એસ્કોર્ટકાર એક
તરફ પલ્ટી ખાઇ ગયેલી નજરે પડે છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.









