અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે મુંબઈ, હૈદરાબાદમાં 9.5 મહિનાનું વેઈટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટનો રિપોર્ટ
કોલકાતાના વિઝા સેન્ટરમાં એવરેજ વેઈટિંગ ટાઈમ ચાર મહિના ઃ ચેન્નઈમાં ૫.૫ અને દિલ્હીમાં ૭.૫ મહિના
મુંબઈ: અમેરિકા પ્રવાસનું આયોજન કરતા ભારતીયો માટે સૌથી મોટો પડકાર ફ્લાઇટ કે હોટલ નહીં, પરંતુ બિઝનેસ અને ટૂરિસ્ટ (મ્૧/મ્૨) વિઝા માટે ઇન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટ મેળવવાનો બની ગયો છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ વિઝા વેઈટ ટાઈમ્સના ડેટા અનુસાર, ભારતના મોટા ભાગના અમેરિકન કોન્સ્યુલેટ્સમાં વિઝા ઈન્ટરવ્યૂ માટે એવરેજ વેઈટિંગ ટાઈમ વધ્યો છે.
સૌથી વધુ વેઈટિંગ ટાઈમ હૈદરાબાદ અને મુંબઈમાં જોવા મળી રહ્યો છે. આ કોન્સ્યુલેટ્સમાં મ્૧/મ્૨ વિઝા માટે એવરેજ વેઈટિંગ ટાઈમ ૯.૫ મહિના છે.
આ બંને સિટીનું નામ વિશ્વના સૌથી વધુ વેઈટિંગ ટાઈમ ધરાવતા વિઝા સેન્ટર્સમાં સામેલ છે. તેમનાથી આગળ ટોરોન્ટો (૨૧ મહિના), ઓટાવા (૧૪ મહિના), વેન્કુવર (૧૨ મહિના) અને બોગોટા (૧૧ મહિના) જેવા સિટીઝ છે.
નવી દિલ્હીમાં એવરેજ વેઈટિંગ ૭.૫ મહિના, ચેન્નાઈમાં ૫.૫ મહિના અને કોલકાતામાં ૪ મહિના છે. કોલકાતા એકમાત્ર ભારતીય કોન્સ્યુલેટ છે જ્યાં વેઈટિંગ ટાઈમ અગાઉના ૪.૫ મહિનાથી ઘટીને ૪ મહિના થયો છે. વિઝા નિષ્ણાતોના જણાવ્યા મુજબ વિઝાની વધતી માંગ, મર્યાદિત ઇન્ટરવ્યૂ સ્લોટ્સ અને કોન્સ્યુલર ક્ષમતાને કારણે એપોઇન્ટમેન્ટમાં લાંબી રાહ જોવા મળી રહી છે.
સમયાંતરે નવા સ્લોટ્સ ખૂલતા હોવાથી અરજદારો પોતાના એકાઉન્ટમાં નિયમિત તપાસ કરતા રહે તો વહેલી તારીખ મળવાની શક્યતા રહે છે.









