Mumbai

ડોક્ટરની એપોઈન્ટમેન્ટ બૂકિંગની એપીકે ફાઈલ મોકલી ૯ લાખ પડાવ્યા

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કલ્યાણમાં 51 વર્ષીય મહિલાને ઓનલાઈન મેડિકલ એપોઈન્ટમેન્ટ બુક કરાવવી ભારે પડી. ગુગલ પર ડોક્ટરનો નંબર શોધતા સાયબર ઠગના સંપર્કમાં આવતા, તેણે 5 રૂપિયા ટોકન પેટે ચૂકવવા કહ્યું. મહિલાએ APK ફાઈલ ડાઉનલોડ કરતા તેના ખાતામાંથી 8.18 લાખ રૂપિયા ઉપડી ગયા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોક્ટરની એપોઈન્ટમેન્ટ બૂકિંગની એપીકે ફાઈલ મોકલી ૯ લાખ પડાવ્યા

મહિલાને પાંચ રુપિયા ટોકન મોકલવા કહ્યું

ગૂગલ સર્ચ પરથી નંબર શોધવા જતાં ડોક્ટરને બદલે ગઠિયો ભટકાઈ ગયો

મુંબઈ -   કલ્યાણની ૫૧ વર્ષીય મહિલાએ ઓનલાઈન મેડિકલ એપોઈન્ટમેન્ટ બુક કરવાનો પ્રયાસ કર્યા પછી સાયબર છેતરપિંડીમાં ૮.૧૮ લાખ રૃપિયા ગુમાવ્યા  હતા.પોલીસે અજાણ્યા છેતરપિંડી કરનારાઓ સામે કેસ નોંધીને તપાસ શરૃ કરી છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

    પીડિતાએ હોસ્પિટલ શોધવા અને સંપર્ક વિગતો જાણવા માટે ગુગલ પર ડોક્ટરનું નામ શોધ્યું હતું. તેણે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઈન આપેલો ડોક્ટરનો  મોબાઇલ નંબર ડાયલ કર્યો હતો.

   ત્યારે લાઇન પર હાજર રહેલા વ્યક્તિએ હિન્દીમાં વાત કરતા પોતાની ઓળખ ડાક્ટર તરીકે આપી હતી.સાયબર ઠગે  ફરિયાદીને પોતાનો વોટ્સએપ નંબર શેર કરવા અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા સૂચના આપી હતી. આરોપીએ એપીકે ફાઇલ મોકલી અને યુપીઆઈ  દ્વારા પાંચ રૃપિયાની નજીવી ફી ચૂકવવાનું કહ્યું હતું. ફરિયાદીએ ઓનલાઇન પૈસા આપ્યા હતા.

    મહિલાએ એપોઇન્ટમેન્ટ માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.સ્ટાફ સભ્યોએ તેમની સિસ્ટમ તપાસી  ત્યારે મહિલાના નામે કોઈ બુકિંગ ન હોવાનું જાણવા મળ્યું હતું.

    સ્ટાફે સ્પષ્ટતા કરી કે હોસ્પિટલ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ ઓફર કરતી નથી અને પુષ્ટિ કરી કે પીડિતા દ્વારા આપવામાં આવેલા સંપર્ક નંબરો નકલી હતા.

    બાદમાં ફરિયાદીને ખબર પડી કે તેના ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરેલી એપીકે ફાઇલ દ્વારા અનેક અનધિકૃત વ્યવહારોમાં તેના ખાતામાંથી કુલ રૃ. ૮.૧૮ લાખ ડેબિટ કરવામાં આવ્યા હતા.

   આ મામલે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ ચાલી રહી છે