૭૦ વર્ષના બીમાર ટ્રક ચાલકે સાત વારકરી મહિલાઓને ટક્કર મારી, ત્રણના ંમોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પુણે નજીકના ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે અકસ્માત
ટ્રકમાં પણ વારકરી શ્રદ્ધાળુઓ જ હતાઃ સાંગલી જિલ્લાના મિરાજની મહિલાઓ ભોગ બની
મુંબઈ - પુણેના જેજુરી પાસે ૭૦ વર્ષીય બીમાર ટ્રક ચાલકે અકસ્માત સર્જી સાત વારકરી મહિલાઓને અડફેટે લેતાં તેમાંથી ત્રણનાં મોત નીપજ્યાં હતાં. અન્ય ત્રણ મહિલા ઘાયલ થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ રસ્તાને મધ્યભાગથી વિભાજીત કરીને ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં જમણો રસ્તો શોભાયાત્રા સાથે આવતા વાહનો માટે અનામત રાખવામાં આવ્યો હતો અને ડાબો રસ્તો રાહદારીઓ માટે રાખવામાં આવ્યો હતો. જોકે કેટલાક વારકરી વાહન લેનમાં વચ્ચે ચાલતા હતા.
સવારે ૮.૩૦ કલાકે નાંદેડ જિલ્લાના લોહાથી રંગનાથ મહારાજ પોખરબિસિકરની દિંડી (યાત્રાળુઓના જૂથ)નો એક ટ્રક જેજુરી તરફ નિર્ધારિત વાહન લેન પર જઈ રહ્યો હતો ત્યારે ૭૦ વર્ષીય ચાલકે બેલસર ટોલ પ્લાઝા પાસે એક વાહનને ઓવરટેક કરવા જતાં સાંગલી જિલ્લાના કસબે દિગરાજથી આવતી સાત મહિલા વારકરીઓને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં નંદા પવાર (૬૦), માધવી રાજારામ સલગરે (૫૫) અને રાજશ્રી શંકર ભોસલે (૫૫) ના મોત થયા હતા. આ ત્રણ સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાના રહેવાસી હતા. પોલીસે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલી ચાર મહિલાઓને સારવાર માટે જેજુરીની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં ત્રણ વારકરીઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને પ્રત્યેક મૃતકના પરિવારજનો માટે રૃ.પાંચ લાખની સહાયની જાહેરાત કરી હતી.




