લિફ્ટમાં દોઢ કલાક ફસાયેલા રહેલા 7 વર્ષના બાળકનું મોત

પુણેની
બિલ્ડિંગમાં કરુણાંતિકા
રમતાં
રમતા લિફ્ટમાં જતા રહ્યા બાદ ખામી
સર્જાતાં લિફ્ટ બંધ પડીઃ પરિવાર કલાકો બહાર શોધતો રહ્યો
મુંબઈ
- પુુણેના સિંહગઢ રોડ વિસ્તારમાં લિફ્ટમાં દોઢ કલાક સુધી ફસાયેલા રહેલા સાત
વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. રમત રમતમાં
બાળક લિફ્ટમાં જતા રહ્યા બાદ
ટેકનિકલ ખામીથી લિફ્ટ બંધ પડી ગઈ હતી. બીજી તરફ પરિવાર તેને બહાર જ શોધતો
રહ્યો હતો.
મંગળવારે
રાતે ૧૦ વાગ્યાની આસપાસ રિદ્ધિસિદ્ધિ સોસાયટીના પરિસરમાં સાત વર્ષનો શિવાંશ ધૂત
અનાયાસે લિફ્ટમાં પ્રવેશ્યો હતો. તેણે લિફ્ટનું બટન દબાવી દેતાં લિફ્ટ ચાલુ થઈ ગઈ
હતી. પરંતુ બીજા માળે પહોંચ્યા બાદ
ટેકનિકલ ખામીથી અટકી પડી હતી.
દરમિયાન લાંબા સમય સુધી બાળક ઘરે પાછો ન ફરતાં
તેના પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન લિફ્ટ ચાલુ ન
હોવાથી શંકા ઉભી થઈ હતી. આ બાદ રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને જાણ
કરાતાં તેની ટીમે આવીને લિફ્ટ ખોલી હતી.
આ
સમયે લિફ્ટની અંદર બાળક બેભાન સ્થિતિમા મળી આવ્યો હતો. આ બાદ તેને તાત્કાલિક
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે,
તબીબી તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસની
પ્રાથમિક તપાસ મુજબ, બાળક દોઢ કલાક જેટલા સમય સુધી લિફ્ટમાં
ફસાયેલ હોવાથી ગુંગળામણના કારણે આ ઘટના બની હોવાની આશંકા છે. પોલીસે આ મામલે
આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.




