માથાડી કામદારોને નામે ખોટી લોન દર્શાવી ૭ કરોડની ઉચાપત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એપીએમસી માથાડી ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ
કામદારોનાં નામે બોગસ ખાતાં, દસ્તાવેજો ઊભા કરાયાં ઈએમઆઈની નોટિસ મળવી શરુ થયા બાદ પર્દાફાશં
મુંબઇ - નવી મુંબઇના તુર્ભે, એપીએમસી માર્કેટમાં ફળ બજાર પરિસરમાં ઓફિસ ધરાવતી માથાડી કામદારો માટેની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં કામદારોના નામે ખોટા દસ્તાવેજો ઊભા કરી, ખોટાં ખાતાં તથા સભ્યપદ દર્શાવી લોન અપાયનું દર્શાવી ૬.૭ કરોડની ઉચાપત કરાઈ હતી.
પીડિતોમાંથી એક ૨૯ વર્ષીય માથાડી કામદારની ફરિયાદના આધારે એપીએમસી પોલીસ મથકમાં સોસાયટીના ચેરમેન બાબુરાવ રામિષ્ટે ઉપરાંત વાઇસ-ચેરમેન, ઓલ ઇન્ડિયા માથાડી ટ્રાન્સપોર્ટ અને જનરલ વર્કર્સ યુનિયનના એક પદાધિકારી વાશી/ તુર્ભે શાખાના ભૂતપૂર્વ મેનેજર, એક કારકુન અને કામદાર જૂથોના ત્રણ મુકાદમો સામે ગુનો દાખલ કરાયો હતો.
આરોપીઓ વિરૃદ્ધ છેતરપિંડી, બનાવટ, ગુનાહિત વિશ્વાસભંગ, ગુનાહિત કાવતરું, વસિયતનામાની બનાવટ, બનાવટી દસ્તાવેજો, ઇલેકટ્રોનિક રેકોર્ડના દુરુપયોગ સહિતની બીએનએસની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે લગભઘ ૩૦ માથાડી કામદારોને લોન લેનાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જોકે આમાંથી કોઇએ પણ લોન માટે અરજી કરી ન હતી કે તેમણે કોઇને લોન લેવા માટે અધિકૃત રીતે નિમ્યા પણ નહોતા. જે લોકોએ લોન લીધી નહોતી તેવા લોકોને માસિક હપ્તાઓ (ઇએમઆઇ)ની ચૂકવણીની માંગણી કરતી નોટિસો મળવા લાગ્યા પછી આ છેતરપિંડી બહાર આવી હતી તેમાંથી ઘણા લોકોએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી હતી.
આ બાબતે એક અધિકારીએ જણાવ્યુ ંહતું કે પોલીસ સોસાયટીના રેકોર્ડની ફોરેન્સિક તપાસ કરશે.









