નેપાળમાં મહારાષ્ટ્રના ૬૦ પ્રવાસી લાપતા, ૨૯૦ સલામત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ પર્યટકો સાથે સંપર્ક સાધવા તંત્રના પ્રયાસ
બે મુંબઈના, બે પુણેનાઃ સંખ્યા હજુ વધુ હોવાની ધારણાઃ સરકારે હેલ્પલાઈન શરુ કરી
મુંબઈ - ેપાળમાં આવેલાં ભયાનક પૂરમાં મહારાષ્ટ્રના ૬૦ પર્યટકો લાપતા થયા હોવાની માહિતી અત્યાર સુધી રાજ્ય સરકારને સાંપડી છે. બીજી તરફ ૨૯૦ જેટલા પ્રવાસીઓ નેપાળમાં વિવિધ સ્થળે અટવાઈ ગયા છે પરંતુ તેઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત આ વિનાશક પૂર વખતે નેપાળમાં જ હતા તેવા ૧૦૫ પ્રવાસીઓ ઓલરેડી મહારાષ્ટ્ર પરત આવવા રવાના થઈ ચૂક્યા હોવાનું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં સૂત્રોએ આજે જણાવ્યું હતું.
મુંબઈની રિચા ટૂર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યોજાયેલી ટૂરમાં ભાગ લેનારા રાજ્યના ૬૦ પ્રવાસીઓનો કોઈ પતો લાગતો નહિ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કર્યા બાદ તિબેટમાં ફસાઈ ગયેલા ૬૦ પ્રવાસીઓ કાઠમંડુ આવવા રવાના થઈ ચૂક્યા હોવાનું જણાવાયું હતું.
મુખ્યપ્રધાન કાર્યાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર થાણે, પુણે, રાયગઢ, અલીબાગ તથા ડોમ્બિવલીના ૬૦ પ્રવાસીઓ તિબેટના સાગાથી નૈલમ ચેક પોસ્ટ દ્વારા આજે સવારે છ વાગ્યાના અરસામાં રવાાના થયા હતા અને તેઓ કાઠમંડુ તરફ પહોંચી રહ્યા છે. તેઓ તા. ૨૯મીએ બપોરે બે વાગ્યે કાઠમંડુથી ફલાઈટ દ્વારા રવાના થશે.




