Mumbai

નાશિક સાવલઘાટ પર કન્ટેનરે કારને ટક્કર મારતાં વલસાડ-સેલવાનાં ૪નાં મોત

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
નાસિકના સાવલઘાટ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. સપ્તશૃંગીના દર્શન કરી પરત ફરતી ઇકો કારને કન્ટેનરે ટક્કર મારતા, તે આગળના કન્ટેનર સાથે અથડાઈ. બે કન્ટેનર વચ્ચે કાર સેન્ડવિચ થઈ જતા તેમાં સવાર સેલવાસ અને વલસાડના 4 લોકોના મોત થયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાશિક સાવલઘાટ પર  કન્ટેનરે કારને ટક્કર મારતાં વલસાડ-સેલવાનાં  ૪નાં મોત

સપ્તશૃંગીના દર્શન કરી પરત થતા હતા ત્યારે અકસ્માતે

એક કન્ટેનરે ટક્કર મારતાં કાર આગળનાં કન્ટેનર સાથે અથડાઈ, બંને કન્ટેનર વચ્ચે કાર સેન્ડવિચ થઈ ગઈ

મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં સાવલઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં  મહિલા સહિત ચારના મોત થયા હતા. સેલવાસ અને વલસાડ જિલ્લાના રહીશો મહારાષ્ટ્રના સપ્તશૃંગીથી કારમાં પરત આવતા હતા ત્યારે કન્ટેનરે પાછળથી ટક્કર મારતા ઇકો કાર આગળ ચાલતા કન્ટેનરમાં અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. બે કન્ટેનર વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઉમરગામ તાલુકાના સરીગામના બોન્ડપાડામાં રહેતો અંબુ છગનભાઇ વળવી (ઉ.વ.૩૦) ઇકો કાર માં સેલવાસ અને કપરાડાના પીપરોણો રહેતા ચાર વ્યક્તિઓ સાથે મહારાષ્ટ્રના નાસિક, સપ્તશ્શૃંગી સહિતના સ્થળોએ ફરવા ગયા હતા. તમામ વ્યક્તિઓ ગઇકાલે મંગળવારે સપ્તશૃંગી મંદિરે દર્શન કરી પરત સેલવાસ આવવા નીકળ્યા હતા. તે દરમિયાન નાસિકના પેઠ પોલીસ મથક હદના સાવલઘાટ પર કન્ટેનર ની બ્રેક ફેઇલ થતા આગળ દોડી રહેલી ઇકો કારને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી ઇકો કાર સીધી આગળ ચાલતા અન્ય કન્ટેનરની પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેથી કાર બંને વાહન વચ્ચે ફસાઇ જતા કચ્ચરઘાણ બોલી ગયો હતો.

આ અકસ્માતને પગલે લોકો દોડી ગયા બાદ પોલીસને જાણ કરી હતી. લોકોની મદદથી કારમાં સવાર પાંચેય વ્યક્તિઓને બહાર કાઢયા હતા. પાંચ પૈકી ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે હોસ્પિટલમાં ખસેડાયેલા બે પૈકી એકનું મોત થતાં કુલ મરણાંક ચાર થયો હતો. જયારે ખાલપા ઢેડિયાભાઈ ભુરકુડ (ઉ.વ.૫૦, રહે. સેલવાસ)ને ગંભીર ઈજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે પેઠ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.

પોલીસે જણાવ્યું હતું કે સાવળઘાટ અત્યંત તીવ્ર વળાંક ધરાવતો અને સર્પાકાર હોવાથી વાહન ચાલકોને કાયમ આ રોડ પરથી પસાર થતી વખતે વધુ સાવધાન રહેવાની સૂચના આપવામાં આવે છે. તેમ છતાં ઘણા વાહન ચાલકો સુચનાઓ તરફ દુર્લક્ષ કરી તેજ ગતિથી વાહનો હંકારતા હોવાથી અહીં અવારનવાર અકસ્માતની ઘટના બને છે.

મૃતકોની યાદી

૧. કાર ચાલક અંબુ છગનભાઈ વળવી (ઉ.વ.૩૨, રહે.બોનપાડા, સરીગામ, ઉમરગામ, જિ.વલસાડ)

૨. રાજોયા ધાકલભાઈ તુમડા (ઉ.વ.૫૫, રહે. સાયલી, સેલવાસ),

૩. કૌશલ્યાબેન રમેશભાઈ કાકડ (ઉ.વ.૨૬, રહે. ધોડીપાડા, સુરંગી, સેલવાસ)

૪.  રમણભાઈ ધર્માભાઈ ચીમન્યા (ઉ.વ.૪૯, રહે. પીપરોણી, કપરાડા, જિ.વલસાડ)