Mumbai

જુદી જુદી મેટ્રોમાં એક જ દિવસે 3.50 પ્રવાસી નોંધાયા

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ચોમાસાના પ્રથમ વરસાદે મેટ્રો સેવાને ભારે લાભ કરાવ્યો છે. મંગળવારે 3.58 લાખથી વધુ પ્રવાસીઓએ મેટ્રો-2A, 7, 9 અને 2Bમાં મુસાફરી કરી, જે એક નવો વિક્રમ છે. જળબંબાકાર અને બસના ધાંધિયાથી બચવા લોકોએ મેટ્રોનો આશ્રય લીધો. 70% પ્રવાસીઓએ ડિજિટલ ટિકિટનો ઉપયોગ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જુદી જુદી  મેટ્રોમાં એક જ દિવસે 3.50 પ્રવાસી નોંધાયા

70 ટકા પ્રવાસીઓએ ડિજિટલ ટિકિટ મેળવી

ગાઉ બેસ્ટ હડતાલ બાદ  પહેલા વરસાદ વખતે મેટ્રોમાં ધસારો વધ્યો

મુંબઇ -  મુંબઇમાં મંગળવારે થયેલી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી વખતે સૌથી વધુ લાભ મેટ્રો-રેલ સેવાને થયો હતો. એક જ દિવસમાં મેટ્રો-૨ (એ), મેટ્રો-૭, મેટ્રો-૯ અને મેટ્રો-૨ બીમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો.

ભારે વરસાદને લીધે ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિ, બસના ધાંધિયા અને વધુ પૈસા પડાવતા રિક્ષા- ટેક્સીવાળાઓને પડતા મૂકી લોકોએ સમયસર કામધંધે પહોંચવા માટે મેટ્રોનું શરણ લીધું હતું. આમ એક જ દિવસમાં ૩.૫૮ લાખથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો જે અત્યાર સુધીનો એક વિક્રમ છે.

ગયા શુક્રવારે 'બેસ્ટ'ની હડતાલ વખતે એમ.એમ.એમ-ઓ.સી.એલ. તરફથી ચલાવવામાં આવતી મેટ્રો  અંધેરી વેસ્ટથી દહીંસરની મેટ્રો ૨-એ, ગુંદવલી-દહીંસરની મેટ્રો-૭, દહીંસરથી કાશીગાંવની મેટ્રો-૯ અને મંડાલેથી ડાયમંડ ગાર્ડનની મેટ્રો ૨-બીમાં ૩.૫૭ લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.

એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસનો વિક્રમ નોંધાયો હતો. ત્યાર બાદ મંગળવારે મુશળધાર વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતા જુદી જુદી મેટ્રો સર્વિસે પોતાનો જ ગયા શુક્રવારનો  રેકોર્ડ તોડયો હતો.

આ જુદી જુદી મેટ્રો- સર્વિસમાં ૭૦ ટકા પ્રવાસીઓએ ડિજિટલ ટ્રાવેલને પ્રાધાન્ય આપ્યું હતું. મેટ્રો-૧ કાર્ડના આધારે દોઢ લાખથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો. આવી જ રીતે મોબાઇલ ક્યુઆર ટિકિટના માધ્યમથી ૨૮,૧૮૫ પ્રવાસીઓએ, વૉટ્સએપ ટિકિટના માધ્યમથી ૬૭,૨૨૩ પ્રવાસીઓએ મુસાફરી  કરી હતી.