મુંબઇ-ગોવા હાઇવે ઉપર વાહનોની 3 કિ.મી. લાંબી લાઇન

માણગાંવ
પાસે સૌથી વધુ ટ્રાફિક જામ
મુંબઇ
- શનિ-રવીની રજામાં કોકણના નજીકના ટુરિસ્ટ સ્પોટ પર જવા મુંબઇથી નીકળી પડેલા
પરિવારો આજે મુંબઇ-ગોવા હાઇવે પર ભારે ટ્રાફિક જામને કારણે હેરાન-પરેશાન થઇ ગયા
હતા. અમુક જગ્યાએ તો ટ્રાફિક જામમાં બેથી ત્રણ કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી.
હાઇવે
પોલીસ વિભાગના સૂત્રના જણાવ્યા પ્રમાણે મુંબઇથી મહાબળેશ્વર તેમજ અલીબાગ અને કાશીદ
સહિતના સ્થળે જવા ઇચ્છતા લોકોના વાહનોનો શનિવારે સવારથી જ પ્રવાહ શરૃ થઇ ગયો હતો.
ખાસ કરીને માણગાંવ પાસે સૌથી વધુ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. માણગાંવ પાસે તો
વાહનોની ત્રણ કિલોમીટર લાંબી કતાર લાગી ગઇ હતી.
ઉનાળાની
ધોમધખતી ગરમીમાં એસ.ટી. બસો કે રિક્ષા કે બીજા નોન એસી વાહનોમાં નીકળેલા લોકો તો
ટ્રાફિક જામને કારણે ત્રાહિમામ પોકારી
ઉઠયા હતા. હાઇવે પોલીસે મહાપ્રયાસે ટ્રાફિક ક્લિયર કર્યા પછી ધીમે ધીમે
વાહનોનો પ્રવાહ પૂર્વવત થયો હતો.




