Mumbai

તુળજાભવાની મંદિર પાસે 253 કિલો સોનું અને 4.6 ટન ચાંદી

By GS Team
12 May 20261 min read
તુળજાભવાની મંદિર પાસે 253 કિલો  સોનું અને 4.6 ટન ચાંદી

સોનાનું દાન ઘટયું, ચાંદીનું વધ્યું

ગત નાણાં વર્ષમાં  ૧૦.૭૮ કિલો  સોનું, ૨૬૭.૨૬ કિલો ચાંદી ભેટમાં મળ્યાં

મુંબઈમહારાષ્ટ્રના ધારાશિવ (ઉસ્માનાબાદ) જિલ્લામાં આવેલા તુળજાભવાની મંદિરમાં ૩૧મી માર્ચ ૨૦૨૬ સુધી ૨૫૩ કિલોગ્રામ સોનું અને ૪૬૧૪ કિલોગ્રામ ચાંદી છે.

તુળજાભવાની ટેમ્પલ ટ્રસ્ટે એક અહેવાલમાં જણાવ્યું કે ''વર્ષ ૨૦૨૩-૨૪માં ટ્રસ્ટને ૧૬.૪૬ કિલોગ્રામ સોનું અને ૨૬૦.૬૬ કિલોગ્રામ ચાંદી પ્રાપ્ત થઈ હતી. વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં દાનમાં મળેલા સોના અને ચાંદીમાં વધારો થઈને ૧૭.૬૨ કિલોગ્રામ સોનું અને ૨૨૫.૯૯ કિલોગ્રામ ચાંદી મળી હતી. વર્ષ ૨૦૨૫-૨૬માં સોનાના દાનમાં ઘટાડો થયો હતો. ત્યારે ચાંદીનું દાન વધ્યું હતું.

વર્ષ ૨૦૨૫-૨૬માં ટ્રસ્ટને ૧૦.૭૮ કિલોગ્રામ સોનું મળ્યું હતું. જ્યારે ચાંદીનું દાન ૧૦ કિલોગ્રામ વધીને ૨૬૭.૨ કિલોગ્રામ થયું હતું.

મહારાષ્ટ્ર સરકારે તુળજાપુર તીર્થક્ષેત્રના વિકાસ માટે રૃા.૧૮૬૫ કરોડ ફાળવ્યા હતા. આ વિસ્તારમાં આવેલા આઠ મંદિરોનો જીણોદ્ધાર કરાશે અને આઠ ઐતિહાસિક તળાવો સજીવન કરાશે. રામદરા તળાવ પાસે શિવસૃષ્ટિ ઊભી કરવામાં આવશે.