Mumbai

મહારાષ્ટ્રમાં છ મહિનાના સમયગાળામાં ૨૪ વાઘના મોત

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વાઘના મૃત્યુમાં ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે 6 મહિનામાં 24 વાઘ મૃત્યુ પામ્યા છે, જે દેશમાં બીજા ક્રમે છે. ટાઈગર રિઝર્વ બહારના વિસ્તારોમાં પણ વાઘના મોત થયા છે. માનવ-વાઘ સંઘર્ષ અને વસવાટ પરના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જે રાષ્ટ્રીય પ્રાણીના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં છ મહિનાના સમયગાળામાં ૨૪ વાઘના મોત

રાષ્ટ્રીય પ્રાણીને જીવનું જોખમ

ટાઇગર રિઝર્વના  બહારના વિસ્તારમાં પણ વાઘ મોતને ભેટયા એ ચિંતાનો વિષય

મુંબઇ  -  રાષ્ટ્રીય પ્રાણી વાઘના સંવર્ધનમાં અગ્રેસર મહારાષ્ટ્ર રાજ્યમાં વાઘના મૃત્યુમાં ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે છ મહિનામાં ૨૪ વાઘ માર્યા ગયા છે.

આ સમયગાળામાં દેશભરમાં ૧૧૦ વાઘ માર્યા ગયા હતા. એમાંથી સૌથી વધુ ૩૮ વાઘ મધ્ય પ્રદેશમાં મૃત્યુ પામ્યા હતા. આમ વાઘના મૃત્યુમાં  મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.

નેશનલ ટાઇગર કોન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)ની વેબસાઇટ પર મૂકવામાં આવેલી અધિકૃત જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં ટાઇગર પ્રોજેક્ટ અને ટાઇગર રિઝર્વના બહારના જંગલ વિસ્તારમાં પણ  વાઘ મૃત્યુ પામ્યા હોવાની ચિંતાજનક બાબત સામે આવી છે. પેંચ, તાડોબા-અંધારી, નવેગાંવ-નાગઝિરા જેવાં ટાઇગર પ્રોજેક્ટની સાથે ચંદ્રપુર બ્રહ્મપુરી, નાગપુર, ગોંદિા, ભંડારા, યવતમાળ, અમરાવતી અને રામટેકના વનક્ષેત્રમાં પણ કેટલાય વાઘ મોતને ભેટયા હતા.

પ્રાણીશાસ્ત્રીઓના મત મુજબ માનવ-વાઘ વચ્ચે સંઘર્ષ નિવારવા પગલાં લેવા જોઇએ, દરેક  વાઘના મૃત્યુનું શાસ્ત્રીય રીતે વિશ્વેષણ થવું જોઇએ, ટાઇગર પ્રોજેક્ટની બહારની અધિવાસ ક્ષેત્રનું રક્ષણ થવું જોઇએ, વાઘની વધતી જતી વસતીએ સકારાત્મક બાબત છે. આમ છતાં વાઘના અધિવાસ ક્ષેત્રમાં વધતું તાણ, માણસોના વધતા જતા હસ્તક્ષેપ, નૈસર્ગિક સંઘર્ષ અને અન્ય કારણોસર વાઘના મૃત્યુનું પ્રમાણ પણ વધતું જાય છે એ ચિંતાજનક બાબત છે. મૃત્યુ પામેલા  વાધોમાં બચ્ચાંનો પણ સમાવેશ થાય છે એટલે ભવિષ્યમાં વાઘની સંખ્યા ઉપર પણ તેની અસર થશે.