પુણે એરપોર્ટ પરથી એક જ દિવસમાં ૨૧૬ વિમાનોનું ઉડ્ડયન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઉડ્ડયન ક્ષેત્રે નવો વિક્રમ
વિમાન મથકે ગયા વર્ષનો રેકોર્ડ તોડયોઃ એક જ દિવસમાં ૩૩ હજારનો પ્રવાસ
મુંબઈ - પુણે એરપોર્ટ પર મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રનો એક નવો વિક્રમ નોંધાયો હતો. રવિવારે એક જ દિવસમાં ૨૧૬ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી.
પુણ ે વિમાન મથક પર ૧૦૮ વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ૧૦૮ વિમાનોએ ઉડ્ડયન કર્યું હતું. આમ એક જ દિવસમાં ૩૩ હજાર પ્રવાસીઓએ પ્લેનમાં મુસાફરી કરી હોવાનો ઉચ્ચાંક નોંધાયો હતો.
પહેલી જૂન ૨૦૨૫માં પુણે એરપોર્ટ પર એક જ દિવસમાં ૨૧૨ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી જે એક વિક્રમ હતો, પણ ગઈ કાલે જૂનો વિક્રમ તોડીને ૨૧૬ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી.
પુણે એરપોર્ટ સત્તાવાળાએ જણાવ્યું હતું કે આ વખતના સમર રશ વખતે એરફોર્સ તરફથી ઉપલબ્ધ કરવામાં આવેલા ૧૫ અતિરિક્ત સ્લોટને કારણે એકસાથે આટલી ફ્લાઇટો ઓપરેટ કરવાનું શક્ય બન્યું હતું.
રવિવારે અત્યંત વ્યસ્ત શેડયુલ હોવા છતાં વ્યવસ્થિત આયોજનને કારણે એક પણ પ્લેનને ગો અરાઉન્ડ કરવું નહોતું પડયું. આમ ૧૦૮ વિમાનોએ આકાશમાં ચકરાવા લીધા વગર સમયસર ઉતરાણ કર્યું હતું. આમ રવિવારે ટાઇમટેબલ જળવાયું હતું.









