Mumbai

ગેમિંગ, સટ્ટા અને કેસિનોના નામે સાયબર ફ્રોડમાં વપરાતાં ૧૭ ખાતાંનો પર્દાફાશ

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
ડોંગરી સાયબર સ્ક્વોડે મુંબઈમાં ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ સટ્ટાબાજીના નામે ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, જેમણે ગરીબ લોકોને લાલચ આપી બેંક ખાતા ખોલાવી, 17 ખાતામાં 25 કરોડના વ્યવહાર કર્યા હતા. 42 પાસબૂક, 70 ડેબિટ કાર્ડ, 36 સિમ કાર્ડ સહિત ₹50 લાખની ચીજો જપ્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગેમિંગ, સટ્ટા અને કેસિનોના નામે સાયબર ફ્રોડમાં વપરાતાં ૧૭ ખાતાંનો પર્દાફાશ

ડોંગરી સાયબર સ્ક્વોડનું ઓપરેશન, આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ

૪૨ પાસબૂક, ૭૦ ડેબિટ કાર્ડ, ૩૬ સિમ કાર્ડ , કાર સહિતની ચીજો જપ્તઃ ૧૭ ખાતામાં ૨૫ કરોડના વ્યવહાર થયા

મુંબઈ -       ડોંગરી પોલીસ સ્ટેશન સાયબર સ્ક્વોડને મળેલી વિશ્વસનીય અને ગુપ્ત માહિતીના આધારે  ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ સટ્ટાબાજી અને કેસિનોના નામે સાયબર છેતરપિંડી  માટે  બેંક ખાતા પૂરા પાડતા એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ે આથકરીતે જરૃરિયાતમંદ વ્યક્તિઓને નજીવી રકમની    લાલચ આપીને બેંક ખાતા  ખોલાવી તેમની પાસેથી  પાસબુક, ડેબિટ કાર્ડ, ચેક બુક, સિમ કાર્ડ વગેરે  મેળવી  સાયબર છેતરપિંડીમાં નાણાકીય વ્યવહારો માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. દોઢથી બે મહિનાના સમયગાળામાં સંબંધિત ૧૭  બેંક ખાતાઓમાં લગભગ રૃ. ૨૫.૪૫ કરોડના વ્યવહાર થયા હતા. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમના સાથીદારોની શોધખોળ હાથધરી છે.

       આ મામલામાં કલમ ૩૧૮ (૪), ૩૧૭, ૩(૫), ૬૬ (સી), ૬૬ (ડી ) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  આ ગુનામાં મુંબઈના ગોવંડી, માનખુર્દ, ડોંગરી  તેમજ નવી મુંબઈમાં બેલાપુર, પનવેલ અને ઉસ્માનાબાદ સુધી તપાસ વિસ્તારવામાં આવી હતી.

    પોલીસે ગુપ્ત માહિતીના આધારે સેન્ડહર્સ્ટ રોડ રેલ્વે સ્ટેશનની બહાર ડોંગરી પાસે કાર્યવાહી  દરમિયાન મધ્યપ્રદેશના ત્રણ યુવક  નિખિલ કમલકુમાર જસવાણી, રાહુલ શ્યામલાલ પરવાણી, જય બિહારીલાલ તીર્થાણીની ધરપકડ કરવામાં આવી હતી.

   આ ઉપરાંત અત્યાર સુધીમાં તપાસમાં કુલ પાંચ વોન્ટેડ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની શોધ ચાલુ છે. જેમાં ત્રણ મહિલા જ્યોતિ પાટીલ,જયા ડોંગરે, નિશા ડોંગરેને કલમ ૩૫ (૩) હેઠળ નોટિસ આપવામાં આવી છે.

     અત્યાર સુધીમા ઝડપાયેલા  આરોપીઓ પાસેથી ૪૨ બેંક પાસબુક, ૭૦ ડેબિટ કાર્ડ, ૩૬ સિમ કાર્ડ, ૨૩ મોબાઇલ ફોન, ત્રણ લેપટોપ, એક  ટેબ, ૧૨ બેંક કીટ, એક  મોટર કાર સહિત રૃ.૫૦ લાખની માલમતા જપ્ત કરવામાં આવી છે.

     જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોમાં રહેલી માહિતીનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેના આધારે આ નેટવર્ક સાથે સંબંધિત વધુ વ્યક્તિઓ અને વ્યવહારોની માહિતી મળવાની શક્યતા છે.

    આ ગુનામાં  ૧૧૦ બેંક ખાતાઓમાંથી  અત્યાર સુધીમાં સંબંધિત બેંકો પાસેથી ૧૭ બેંક ખાતાઓની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ખાતાઓમાં થયેલા નાણાકીય વ્યવહારો, ટેકનિકલ માહિતી અને વિવિધ રાજ્યોમાં સાયબર ગુનાઓ/ફરિયાદોની ચકાસણી કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે દેશભરના વિવિધ રાજ્યોમાં નોંધાયેલી ૩૮ સાયબર ગુનાની ફરિયાદો આ ખાતાઓ સાથે સંબંધિત છે.

    બાકીના ખાતાઓની તપાસમાં વધુ ગુનાઓ, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંબંધિત વ્યક્તિઓના નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.

    મુંબઈ, નવી મુંબઈ, ભિવંડી, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, જમ્મુ  કાશ્મીર , પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા કેસમાં આરોપીઓની સંડોવણી સામે આવી છે. 

   આમ ડોંગરી પોલીસ સ્ટેશનના  ગુનાની તપાસ ફક્ત મુંબઈ પૂરતી મર્યાદિત રહી નથી. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાઈ ગઈ છે.

કમિશનની લાલચે ખાતું વાપરવા ન આપો

(પ્રતિનિધિ દ્વારા)               મુંબઈ, તા.૨૦

૧) નાગરિકોએ કોઈપણ વ્યક્તિની લાલચમાં ન આવવું જોઈએ અને અન્ય લોકોને તેમના બેંક ખાતા, પાસબુક, ડેબિટ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, મોબાઈલ ફોન, ઓટીપી , પિન  અથવા ઇન્ટરનેટ બેંકિંગ માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

૨) જો તમને તમારા બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો દેખાય, તો તાત્કાલિક સંબંધિત બેંકનો સંપર્ક કરો અને પોલીસને જાણ કરો.

   ધતમારું બેંક ખાતું - તમારી જવાબદારીધ ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, નાગરિકોએ નાણાકીય અને ડિજિટલ વ્યવહારોમાં સતર્ક રહેવું જોઈએ.