Mumbai

આઈઆઈટી બોમ્બેના ૧૬ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સનું ફ્રાન્સમાં પ્રદર્શન

By GS Team
13 Jun 20261 min read
આઈઆઈટી બોમ્બેના ૧૬ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સનું ફ્રાન્સમાં  પ્રદર્શન

૧૪થી ૧૬ જૂન દરમ્યાન 'ભારત ઈનોવેટ્સ ૨૦૨૬'

એઆઈ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટરના અદ્યતન રિસર્ચને આંતરરાષ્ટ્રીય ઓળખ અને રોકાણની તક

મુંબઈ -  આઈઆઈટી બોમ્બે સાથે સંકળાયેલા ૧૬ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ અને સંશોધન આધારિત વેન્ચર્સ આગામી ૧૪થી ૧૬ જૂન દરમિયાન ભારત ઈનોવેટ્સ ૨૦૨૬ અંતર્ગત ફ્રાન્સના નીસ શહેરમાં પોતાની નવી ટેક્નોલોજી અને રિસર્ચ પ્રોજેક્ટ્સનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરશે.

આ કાર્યક્રમનો હેતુ ભારતીય ડીપ-ટેક ઇનોવેશનને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાનો છે.

આ  ૧૬ વેન્ચર્સ કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, અદ્યતન ઊર્જા, હેલ્થ-ટેક, જિયોસ્ટેટિસ્ટિકલ એનાલિટિક્સ, સોલાર ટેક્નોલોજી અને ભાષા આધારિત ડિજિટલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આ તમામ પ્રોજેક્ટ્સનું ચયન દેશભરમાંથી આવેલી હજારો અરજીઓમાંથી કરવામાં આવ્યું છે અને તેઓ ભારતની સંશોધન ક્ષમતાને વૈશ્વિક મંચ પર રજૂ કરશે.

ભારત ઈનોવેટ્સ ૨૦૨૬માં દેશના ૧૨૦ થી વધુ શ્રેષ્ઠ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓ ભાગ લઈ રહી છે.