Mumbai

પાલઘરના આધેડ પીએસઆઈ દ્વારા ૧૩ વર્ષની કિશોરીની સતામણી

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
પાલઘરના ૫૬ વર્ષીય પોલીસ અધિકારી સંજય કાશીદે, ૧૩ વર્ષની કિશોરીને આર્થિક મદદની લાલચ આપી ત્રણ મહિના સુધી જાતીય સતામણી કરી હતી. પીડિતાના ઘર પાસે રહેતા અને પાલઘર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આ અધિકારી વિરુદ્ધ સાતપાટી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલઘરના આધેડ પીએસઆઈ દ્વારા ૧૩ વર્ષની કિશોરીની સતામણી

આર્થિક મદદની લાલચ આપી નિકટતા કેળવી

સતત ત્રણ મહિનાથી સતામણી બાદ આખરે પીડિતાએ ફરિયાદ કરતાં ધરપકડ

મુંબઈ  -  પાલઘર તાલુકામાં ૫૬ વર્ષીય પોલીસ  અધિકારી દ્વારા ૧૩ વર્ષની કિશોરીની જાતીય સતામણી કરાઈ હતી.  સાતપાટી પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આ અધિકારીની ધરપકડ કરી છે.

ીડિતાના ઘર પાસે રહેતા અને પાલઘર પોલીસ હેડક્વાર્ટરમાં રિઝર્વ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે  કાર્યરત ૫૬ વર્ષીય સંજય કાશીદે પીડિતા એકલી હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે તેને આર્થિક મદદની લાલચ આપી હતી. છેલ્લા  ત્રણ મહિનાથી તે વારંવાર પીડિતાની જાતીય સતામણી કરી રહ્યો હતો.  જોકે, આ ત્રાસ અસહ્ય થતાં આખરે પીડિતાએ પોલીસને જાણ કરી હતી.

સાતપાટી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇસ્પેન્ક્ટર ઉદ્ધવ સુર્વેના જણાવ્યા મુજબ પોક્સો હેઠળ ગુનો નોંધી  કાશીદની ધરપકડ કરાઈ છે.