દહાણુ પાસે હાઈવે પર કન્ટેનરે ટેમ્પોને ટક્કર મારતાં 13નાં મોત

યુવકની
સગાઈ હોવાથી પરિવારના ૪૦ લોકો ટેમ્પામાં જતાં હતાં
કન્ટેનર
રોંગસાઈડમાં આવતા ટેમ્પાને ટક્કર મારી તેના પર જ પડતાં ટેમ્પામાં ઉભેલા લોકો કચડાઈ
ગયાઃ ૨૦ ઘાયલ
મુંબઈ -
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર દહાણુ તાલુકાના ધાનિવરી
ખાતે સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં
યુવકની સગાઈ માટે તેના પરિવારના ૪૦થી વધુ સભ્યોેને લઈ જતા ટેમ્પાને એક મહાકાય
કન્ટેનરની ટક્કર વાગતાં સર્જાયેલા
અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૨૦થ વધુ લોકો ઘાયલ થયા હતા. ટેમ્પો
તથા કન્ટેનર બંને પલ્ટી ખાઈ ગયાં હતાં અને કન્ટેનર ટેમ્પોની ઉપર પડતાં તેની હેઠળ
પ્રવાસીઓ ચગદાઈ ગયાં હતાં. એક બાઈક પણ આ અકસ્માતની ઝપટમાં આવી ગઈ હતી.
દહાણુ તાલુકાના બાપુગાવના બાળારામ
દાંડેકરની સોમવારે સગાઈ હતી. આ માટે, દહાણુના ધનિવારી
ખાતે સમગ્ર પરિવાર ટેમ્પોમાં જઈ રહ્યો
હતો. યુવકના પક્ષના ૪૦ થી વધુ લોકો આ ટેમ્પોમાં ઉભા હતા. ટેમ્પો ચાલકે રોંગસાઈડમાં હંકારતાં સામેની
દિશામાં આવતાં કન્ટેનરે તેને ટક્કકર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કન્ટેનરનો આગળનો ભાગ
અલગ થઈ ગયો અને ટક્કરને કારણે ટેમ્પો પર ઉલટો પડી ગયો હતો. આ કારણે, ટેમ્પોમાં સવાર લોકો
કન્ટેનર નીચે કચડાઈ ગયા હતો. આ અકસ્માતમાં કુલ ૧૩ લોકોના મોત થયા હતા. ટેમ્પોમાં
સવાર વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ
કામગીરીમાં મદદ કરી હતી.
અકસ્માતમાં જખમીને તાત્કાલિક દહાણુની
કાસા ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે
ધુંદલવાડીની હોસ્પિટલોમાં દાખલ કરવામાં
આવ્યા હતા. અનેક ઘાયલોની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધવાની આશંકા પણ છે.
શોર્ટકટ
જીવલેણ સાબિત થયો..
વરરાજાના
લઈ જતો ટેમ્પો ધાનીવરે ગામ જઈ રહ્યો હતો. જોકે, નિયમિત રસ્તા પર સમય બચાવવા માટે, ટેમ્પો ચાલકે વિરુદ્ધ દિશામાં વાહન ચલાવ્યું અને વિરુદ્ધ દિશામાંથી આવતા
કન્ટેનર સાથે અથડાઈ ગયો, એમ કાસા પોલીસે જણાવ્યું હતું.
મૃતકોની
યાદી
મૃતકોના
નામ સુરેશ લાખાત, પાંડુ લાખાત, કલુ લાખાત, સુનિલ
દાંડેકર, ચિત્રા કુર્હડા, નમિતા
દાંડેકર, સારિકા લાખાત, આયુષ લાખાત,
સાગર શેંડે, વંદના વલવી, સલોની વલવીનો સમાવેશ છે. મૃતકોમાંથી એકની ઓળખની પુષ્ટિ થઈ નથી.




