મહારાષ્ટ્રના ૧૧૪ પ્રવાસીઓ નેપાળમાં ફસાયાઃ ૫૩ સુરક્ષિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વધુને વધુ યાત્રીઓ સુધી પહોંચવા સરકારના પ્રયાસો
જિલ્લા કલેકટરોને નેપાળ ગયેલા લોકોની માહિતી એકત્ર કરવા અને ક્ષેમકુશળ છે કે કેમ તે ચકાસવા જણાવ્યું
મુંબઈ - નેપાળમાં ફલેશ ફલડમાં ફસાયેલા ૧૧૪ યાત્રીઓ વિશે અત્યાર સુધીમાં માહિતી મળી છે. તેમાંથી ૫૩ લોકો સુરક્ષિત હોવાનું કન્ફર્મ થયું છે. સરકાર હજુ મહત્તમ યાત્રીઓની ભાળ મેળવવા પ્રયાસ કરી રહી છે. હજુ પણ રાજ્યના પ્રવાસીઓનો આંકડો વધે તેવી સંભાવના છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી)ના જણાવ્યા મુજબ, ફસાયેલા પ્રવાસીઓમાંથી આશરે ૬૧ લોકો એક ટૂર એજન્સી મારફતે નેપાળ પ્રવાસે ગયા હતા. જ્યારે અન્ય પ્રવાસીઓ પોતાની રીતે નેપાળ પહોંચ્યા હતા. રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હાલ નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓની સ્થિતિ અંગે સતત માહિતી એકત્રિત કરી રહ્યું છે. આ સિવાય અન્ય કેટલાક મહારાષ્ટ્રના લોકો નેપાળમાં ફસાયેલા છે તે અંગે વિગતો તપાસવામાં આવી રહી છે, તેથી આંકડો વધવાની શક્યતા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ, સાગા માનસરોવર વિસ્તારમાં ૧૧૪ પ્રવાસીઓમાંથી ૫૩ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું પુષ્ટિ મળી હતી. એસઈઓસી વધુ માહિતી એકત્રિત કરવા અને પ્રવાસીઓ માટે સહાયનું સંકલન કરવા માટે હાલ ટૂર કંપનીઓનો પણ સંપર્ક કરી રહી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને નેપાળમાં ફસાયેલા તેમના સંબંધીઓ અથવા અન્ય વ્યક્તિઓ વિશે માહિતી તેમના હેલ્પલાઇન નંબર ૯૩૨૧૫૮૭૧૪૩, ૧૦૭૦ અને ૦૨૨-૨૨૦૨૭૯૯૦ દ્વારા શેર કરવા અપીલ કરી હતી. આ માટે વિભાગે એક હેલ્પલાઇન ડેસ્ક પણ સ્થાપિત કર્યો છે.
એસઈઓસીએ ફસાયેલા લોકોની માહિતી એકત્રિત કરવા માટે એક વેબ-આધારિત લિંક પણ પ્રદાન કરી છે અને તેને મીડિયા દ્વારા પ્રસારિત કરાવવામાં આવી હતી. જ્યારે જિલ્લા કલેક્ટરોને વિગતો એકત્રિત કરવા અને ચકાસવા માટે કહેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ બુધવારે જણાવ્યું હતું કે મંત્રાલયમાં ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૃમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રના રહેવાસીઓને કોઈપણ સહાયની જરૃર હોય તો આપત્તિ વ્યવસ્થાપન વિભાગના હેલ્પલાઇન નંબરો દ્વારા સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકો ર્બહાર્નિર્ર્સિજ્રસચરચચિજરાચિ.ર્યપ.ૈહ પર પણ ઇમેઇલ કરી શકે છે.




