કંપનીના ડાયરેક્ટરને નામે એકાઉન્ટન્ટને મેસેજ કરી 10 કરોડની ઉચાપત

બોસ
પાસેથી ઈનવોઈસ માગ્યાં ત્યારે ખબર પડી કે ઠગાઈ થઈ છે
વ્હોટસએપ ડીપીમાં એક્ઝિ. ડાયરેકટરનો ફોટો જોઈ વિશ્વાસ
કર્યોઃ બેન્કમાં જમા રકમના આધારે દિલ્હી પોલીસ દ્વારા ચારની ધરપકડ
મુંબઈ
- મુંબઈમાં એક ખાનગી કંપનીના વરિષ્ઠ એકાઉન્ટન્ટને કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરના નામે વોટ્સએપ મેસેજ કરીને પૈસાની માંગણી કરી હતી અને
આશરે રુ. ૧૦ કરોડની સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. એકાઉન્ટન્ટે તેના બોસ પાસે
આપેલ પૈસાના અંગેના બિલો માંગતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. મુંબઈ પોલીસે આ મામલે
ગુનો નોંધીને તપાસ કરતા દિલ્હી પોલીસે આ કેસના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરી
હતી.
વિગત
મુજબ, કંપનીના
એકાઉન્ટ્સ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર ગિરીશ અમીનને ૩ જૂનના રોજ એક અજાણ્યા
મોબાઈલ નંબર પરથી એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ
કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે આપી
હતી. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે આ તેમનો ખૂબ જ અંગત નંબર છે અને તેને કોઈની
સાથે શેર કર્યો ન હતો. વધુમાં વોટ્સએપ
એકાઉન્ટના ડિસ્પ્લે ફોટામાં પણ એકિઝક્યુટીવ ડિરેક્ટરનો ફોટો હોવાના ફરિયાદીએ તેના
પર વિશ્વાસ કર્યો હતો.
થોડા
સમય બાદ મેસેજ કરનારે જણાવ્યું હતું કે તે એક મિટીંગ માટે જઈ રહ્યો છે અને તેથી
કોઈ તેને ફોન ન કરે. થોડા દિવસો પછી તે ફોન કરશે. વધુમાં મહત્વપૂર્ણ વ્યવસાયિક
વ્યવહારના બહાને વિવિધ બેંક ખાતાઓમાં ૪૬ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવવા સૂચના
આપવામાં આવી હતી. આ માટે ફ્રોડસ્ટરે વિવિધ બેંક એકાઉન્ટની વિગતો પણ મેસેજમાં મોકલી
હતી. સૂચના મળતા જ અધિકૃત મેસેજ હોવાનું માનીને ફરિયાદીએ ૩ જૂનથી ૧૫ જૂન વચ્ચે
મળેલી સમાન સૂચનાઓના આધારે કંપનીના ખાતામાંથી વિવિધ બેંક ખાતાઓમાં ૬૩ વ્યવહારો
દ્વારા કુલ ૧૦ કરોડ થી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી.
આ
ઘટના બાદ મંગળવારે જ્યારે અમીને તમામ વ્યવહારો સંબંધિત ઈન્વોઈસ મેળવવા માટે
સત્તાવાર ચેનલો દ્વારા તેના બોસનો સંપર્ક કર્યો, ત્યારે આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો.
આમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે તેણે ક્યારે
આવા કોઈ ચૂકવણીની સૂચનાઓ આપી નથી. જેથી એકાઉન્ટન્ટને છેતરપિંડી થઈ હોવાનું ભાન
થયું હતું.
આ
બાદ એકાઉન્ટન્ટે તાત્કલાકિ સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ
નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન
દિલ્હી પોલીસને સાયબર છેતરપિંડી માટે
ઉપયોગમાં લેવામાં આવેલ બેંક ખાતાની વિગતો મળી હતી. આમાં દિલ્હી
પોલીસને મંગળવારે બપોરે એક ખાગની
બેંકમાંથી માહિતી મળી હતી કે બે શખ્સો અસામાન્ય રીતે રુ. ૮ લાખની રોકડ ઉપાડવા
આવ્યા છે. માહિતી મળતા જ દિલ્હી પોલીસે તરત જ બેંકમાં પહોંચી હતી અને વિકાસ તથા
વંશ નામના બંને શંકાસ્પદોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બાદ બંનેની પૂછપરછ કરતા
બંને શખ્સોએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે ૨૦ થી ૩૦ હજારના કમિશનની લાલચમાં
તેમના બેંક ખાતાઓ સાયબર ફ્રોડસ્ટરોને આપ્યા હતા.
આ
બાદ મદનપુર ખાદર વિસ્તારમાંથી છટકુ ગોઠવીને બે કથિત હેન્ડરલ ફયાઝ આલમ અને અમિતની
ધરપકડ કરવામાં આવી હતી. આ બંને છેતરપિંડીની રકમ મની લોન્ડરિંગ દ્વારા ડાયવર્ટ કરતા
હતા.




