'10 લાખ ખેડૂતોને ભેગા કરીશું...', ભાજપના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈનો જેતપરમાં હુંકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Khedut Satyagraha: મોરબી તાલુકાના જેતપર ખાતે ચાલી રહેલા 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ'માં આંદોલન વધુ આક્રમક બન્યું છે. ભાજપના મંત્રીના ભાઈ અને આંદોલનકારી નેતા કાળુ અમૃતિયાએ સત્યાગ્રહ છાવણીમાંથી સરકાર અને વહીવટી અધિકારીઓને ખુલ્લો પડકાર ફેંકતા 10 લાખથી વધુ ખેડૂતોને એકઠા કરવાનો હુંકાર કર્યો છે.
'છાવણી બંધ નહીં થાય, 10 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે'
સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા ખેડૂતોને સંબોધતા કાળુ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ આંદોલનાત્મક છાવણી કોઈ પણ સંજોગોમાં બંધ થવાની નથી. હાલ વરસાદના કારણે શાંતિ જાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં જેતપરની ઉપવાસી છાવણીની 10 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે આ તમામ લોકોને એક સાથે ભેગા કરવામાં આવશે, ત્યારબાદ આગળની વ્યૂહનીતિ નક્કી કરાશે.'
આંદોલનકારી નેતાએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 'કાલાવડ પંથકમાં ખેડૂતોને તેમના હક્કના પૈસા મળ્યા નથી. જો કમિટી નિર્ણય કરશે તો ત્યાં જઈને થાંભલા કાઢવાની કામગીરી પણ કરવામાં આવશે. અધિકારીઓ માટે ગામમાં 144ની કલમ લગાડી દીધી છે, હવે કોઈ આવે તો ખબર પડે કે શું થાય છે.
અંતમાં તેમણે ખેડૂતોને આહ્વાન કરતાં ઉમેર્યું હતું કે, 'સરકારથી થાય તે કરી લે, કોઈથી બીવાનું નથી, આપણે આપણો હક્ક મેળવીને જ જંપવાનું છે.'









