મોરબી: હળવદના ચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ, 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi School Bus Accident: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આજે (18મી જુલાઈ) સવારે અકસ્માત સર્જાયો હતો. ચરાડવા નજીક આવેલા દેવીપુર નજીક એક ખાનગી સ્કૂલની બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લોકોએ બસમાંથી ઈજાગ્રસ્ત બાળકોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
આગળ જતા ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ
મળતી માહિતી મુજબ, ખાનગી સ્કૂલની આ બસ વિદ્યાર્થીઓને લઈને ચરાડવા તરફ જઈ રહી હતી. આ દરમિયાન દેવીપુર પાસે બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર બસ આગળ ચાલતા ટ્રકની પાછળના ભાગે જોરદાર રીતે ભટકાઈ હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું અને અંદર બેઠેલા બાળકોમાં ચીસાચીસ થઈ ગઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક બાળકોની વહારે ધાયા હતા. લોકોએ બસમાંથી ઈજાગ્રસ્ત બાળકોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં 8 ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ હોવાથી ચરાડવાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ ગંભીર ઈજાઓ ધરાવતા ૨ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપી વધુ કાળજી માટે મોરબી રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયો છે કે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે દિશામાં પોલીસે ચોક્કસ કારણ જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.









